ગુજરાત ગૌક્રાંતિ સાયકલ યાત્રાના૮ ગૌપ્રેમીઓ સાયકલ યાત્રા સાથે દાહોદ ખાતે પહોંચી કલેક્ટરને લેખિત આવેદન પત્ર આપી પોતાની વિવિધ માંગણીઓ સાથે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની અપીલ કરી હતી.

દાહોદ તા.૨૬

અખીલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા અંદાજીત ૮૦૦૦ કિ.મી. નું અતંર કાપી ગુજરાત ગૌક્રાંતિ સાયકલ યાત્રાના૮ ગૌપ્રેમીઓ સાયકલ યાત્રા સાથે દાહોદ ખાતે પહોંચી કલેક્ટરને લેખિત આવેદન પત્ર આપી પોતાની વિવિધ માંગણીઓ સાથે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની અપીલ કરી હતી.

અખીલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા અંદાજીત ૮૦૦૦ કિ.મી.ની ગુજરાત ગૌક્રાંતિ સાયકલ યાત્રાનો ૮ ગૌ પ્રેમી ભાવનગર ખાતે થી પ્રસ્થાન કર્યુ હતુ.આ ગૌ સાઈકલ યાત્રાના મુખ્ય ઉદ્દેશ્ય ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાનો તેમજ પોતાની વિવિધ માંગણી જેવી કે, ગુજરાતના તમામ શહેરોમાંથી ગૌચારણની જગ્યાના દબાણો દુર કરી ખુલ્લી કરવામાં આવે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ગૌ વંશને કતલખાને મોકલવા, હેર-ફેર તેમજ ગૌ હત્યા અને ગૌ વંશ ઉપર ક્રુરતા વિગેરેના જે ગુન્હાઓ દાખલ થયેલા હોય તેવા કેસોને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી તેવા આરોપીઓને કડકડમાં કડક સજા કરવામાં આવે, ગુજરાત રાજ્યામાં રાત્રીના ૭ થી સવારના ૭ દરમ્યાન ગૌવંશની હેરફેર પર પ્રતિબંધ હોવા છતાં ગૌવંશની બેરોકટોક પણ ગેરકાયદેસર હેરફેર થાય છે તો આ કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે, ગુજરાત રાજ્યમાંથી ગીર ગાય તેમજ ગૌવંશને ગુજરાત બહાર મોકલવા પર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે, ગુજરાત રાજ્યામાં ગૌ રક્ષાનુ કાર્ય કરતા ગૌ સેવકો કે જેમણે ગૌવંશને બચાવવા માટે પોતાના પ્રાણની પ્રાણની પણ પરવાહ કર્યા વગર પોતાની શહીદી વહોરનારા ગૌસેવક ગૌચર  ખુલ્લા કરવા માટે પોતાના પ્રાણનું બલીદાન આપેલ છે તેવા ગૌ સેવકોને સરકાર દ્વારા વળતર આપવામાં આવે, રાષ્ટ્ર ચિન્હ અશોક સ્તંભમાં પણ ગૌવંશને સ્થાન આપવામાં આવ્યુ થે તો આ ગૌવંશના હત્યારાઓ ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે તેવી અનેક માંગણીઓ કરી લેખિત આવેદન પત્ર કલેક્ટર,દાહોદને સુપરત કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: