દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા ગામેથી પોલીસે રૂા.૪.૪૪ લાખના પ્રોહી મુદ્દામાલ સાથે ફરાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ થયો

દાહોદ, તા.૩૦

પ્રાપ્ત વિગત અનુસાર સિલ્વર કલરની મહેન્દ્રા કંપનીની જીજે ૧ર જે ૭પ૦૬ નંબરની બોલેરો જીપમા વિદેશી દારૂ તથા બીયરનો મોટો જથ્થો ભરી સાગટાળા તરફ આવનાર હોવાની પ્રોહી અંગેની મળેલ બાતમીના આધારે સાગટાળા પોલીસે ગત મોડી રાત્રે સાગટાળા તળાવના અવેણા તરફ જતા રોડ પર નાકાબંધી કરી હતી. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી સિલ્વર કલરની બોલેરો જીપ સામેથી આવતી નજરે પડતા પોલીસ સાબદી બની હતી તે જાેઈ બોલેરો જીપનો ચાલક બોલેરો ગાડી ત્યાં જ મુકી નાસી ગયો હતો. જે જીપ ગાડી પોલીસ બીનવારસી હાલતમાં પકડી પાડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂા.૩, ૩૩, ૯૦૦ની કુલ કિંમતના ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના હોલ નં.૬૩૬ ભરેલ પેટીઓ નં.પ૩ તથા રૂા.૧,૧૦,૪૦૦ની કુલ કિંમતના બીયર ટીન નં.૯૬૦ ભરેલ પેટીઓ નં.૪૦ મળી રૂા.૪,૪૪,૩૦૦ની કુલ કિંમતના ઈંગ્લીશ દારૂ-બીયરની પેટીઓ નં.૯૩ પકડી પાડી સદર દારૂ-બીયરના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા.૩ લાખની કિંમતની સિલ્વર કલરની બોલેરો જીપ મળી રૂા.૭,૪૪,૩૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ બોલેરો જીપ ગાડીના ફરાર ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: