પોકસોના આરોપીને છોડી મૂકયો ઃ એક વ્યકિત પોતાના, પીડિતાના બધા વસ્ત્રો ઉતારીને રેપ ન કરી શકેઃ મુંબઇ હાઇકોર્ટ

(જી.એન.એસ.)મુંબઇ,તા.૩૦
મુંબઇ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ તાજેતરમાં તેમના એક બીજા ચુકાદામાં પોકસો હેઠળ નોંધાયેલા કેસમાં આરોપીને એમ કહીને દોષમુકત જાહેર કર્યો હતો કે , ‘કોઇ પણ એક વ્યકિત માટે કોઇપણ પ્રકારની અથડામણ વિના પીડિતાનું મુખ દબાવી રાખીને તે જ સમયે પીડિતા અને પોતાના વસ્ત્ર ઉતારવા સંભવ નથી.’ જસ્ટિસ પુષ્પા ગનેડીવાલા પોતાના ચુકાદાઓ માટે ચર્ચામાં રહ્યા છે.
જસ્ટિસ ગનેડીવાલાએ એક સગીરા સાથે થયેલી છેડતીના કિસ્સામાં ચુકાદો આપ્યો હતો કે જાે સ્કિન ટુ સ્કિન ટચ ના થયો હોય તો તેવા કિસ્સામાં તે પોકસો કાયદાની વ્યાખ્યામાં આવતો જાતીય હુમલો ના કહી શકાય. તેમના સ્કિન ટુ સ્કિન ટચની વ્યાખ્યા સમજાવતા આપેલા ચુકાદા પર સુપ્રીમ કોર્ટે મનાઇ ફરમાવી દીધી હતી.
ન્યાયમૂર્તિએ એમ પણ જણાવ્યું હતું કે ૧૫ વર્ષની બાળકીનો હાથ પકડવો અને પેન્ટની ઝિપ ખોલવાની ઘટના પોકસો અધિનિયમમાં જાતીય હુમલાથી બાળકના રક્ષણ માટેની કલમ ૭ હેઠળ પરિભાષિત જાતીય હુમલાની કક્ષામાં નથી આવતી. ન્યાયમૂર્તિએ આ ચૂકાદો ૧૫ જાન્યુઆરીએ આપેલા સ્કિન ટુ સ્કિન ટિપ્પણી ધરાવતા ચુકાદાના ચાર દિવસ પહેલા એક બીજા કેસમાં આપ્યો હતો. આ કેસમાં નિષ્કર્ષ સુધી પહોંચતાં પહેલા કોર્ટે જાતીય હુમલાની પરિભાષાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે પોકસો કાયદાની કલમ સાતને ટાંકતાં જણાવ્યું હતું કે, જાે કોઇપણ વ્યકિત સેકસના હેતુસર બાળકની યોનિ, લિંગ,ગુદા કે વક્ષસ્થળને સ્પર્ષે કે પછી બાળકને પોતની યોની, લિંગ ,ગુદા કે વક્ષસ્થળનો સ્પર્ષ કરાવે તો અન્ય વ્યકિત સાથે યૌન કાર્ય કરવાને ઇરાદે શારિરીક સંપર્ક પણ જાતીય. હુમલો જ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: