ગલાલીયાવાડ ગામે ઘરમાં એકલી ૨૩ વર્ષીય યુવતીનો એકલતાનો લાભ લઈ છેડતી કરતાં બે યુવકો ઃ પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૩૧
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે એક ૨૩ વર્ષીય યુવતીનો ઘરમાં એકલતાનો લાભ લઈ બે યુવકો તેના ઘરમાં ઘુસી આવી યુવતીનો હાથ પકડી શારિરીક છેડછાડ કરતાં યુવતીએ બુમાબુમ કરી મુકી હતી અને આ સાંભળી યુવકો મોકાનો લાભ લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળી રહ્યું છે.
ગલાલીયાવાડ ગામે, ભુરીયા ફળિયામાં રહેતો મહેશભાઈ દલુભાઈ અમલીયાર અને વિજય ગલુભાઈ ભુરીયા આ બંન્ને જણા ગત તા.૨૫મી જાન્યુઆરીના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક ૨૩ વર્ષીય યુવતીના ઘરે તેની એકલતાનો લાભ લઈ તેના ઘરમાં ઘુસી ગયા હતાં અને યુવતીનો હાથ પકડી, શારિરીક છેડછાડ કરી, બળજબરી કરવાની કોશીષ કરતાં યુવતી હેબતાઈ જઈ બુમાબુમ કરી મુકતાં આ બંન્ને યુવકો કોઈ આવી જશે ના ડરથી મોકાનો લાભ લઈ નાસી છુટ્યાં હતાં.
આ બાદ ૨૩ વર્ષીય યુવતી પોતાના પરિવારજનો સાથે દાહોદ તાલુકા પોલીસ મથકે આવી ઉપરોક્ત બંન્ને યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બંન્નેના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
#Sindhuuday Dahod

