સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડુ ઃ દાહોદ જિલ્લામાં ૬૦ થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જાેડાયા
દાહોદ તા.૦૧
સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દાહોદ જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો જાેવા મળી રહ્યો છે. અગાઉ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જાેડાયા હતા ત્યારે આજે ફરીવાર જિલ્લામાં ફરીવાર ૬૦ થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જાેડાતાં કોંગ્રેસમાં ભડકો થયો છે. પરિસ્થિતીને જાેતા લાગી રહ્યું છે કે, ટુંક સમયમાંજ કોંગ્રેસ ભોય તળીયે ખસી જશે અને કોંગ્રેસનું નામો નિશાન પણ નહીં રહે જેવી અનેક ચર્ચાઓ લોકમુખે ચર્ચાઓ રહી છે.
કોંગ્રેસ પાર્ટીમાં પોતાની અવગણના થતી હોવાના ગણગણાટ અને અંદરોખાનેના આક્ષેથી સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી પહેલા અને અગાઉ અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જાેડાયા છે આજે ફરીવાર આવી જ કંઈક બન્યું છે. દાહોદ જિલ્લાના કોંગ્રેસના ફ્રન્ટલાઈનના ૬૦ થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારની ઉપસ્થિતીમાં ભાજપમાં જાેડાયા હતાં. આ ૬૦ કાર્યકર્તાઓમાં જિલ્લા કોંગ્રેસના યુવા મોરચાના મહામંત્રી મંજુલાબેન મિનામા સહિત ૬૦ કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાયેલા તમામ કાર્યકરોનું ભાજના અગ્રણીઓ દ્વારા ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.