એલ.સી.બી.પોલીસે દાહોદમાંથી એક યુવકને માઉઝર સાથે ઝડપી પાડ્યો

દાહોદ, તા.૧
અગ્નિશસ્ત્ર માઉઝર અંગેની મળેલ બાતમીના આધારે ગઈકાલે બપોરે દાહોદ પડાવ ચોકી પાસે ત્રણ રસ્તા પર ગોઠવેલ વોચ દરમ્યાન દાહોદ એલસીબી પોલીસે શંકાસ્પદ જણાતા બુલેટ ચાલકને રોકી તલાસી લઈ તેની પાસેથી માઉઝર, એક કારતુસ તથા મોબાઈલ તેમજ બુલેટ મળી રૂા.૯પ,૦પ૦ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર જીજે ર૦ એપી ૧ર૬ર નંબરની બુલેટ મોટર સાયકલ પર છરછોડા ગામનો એક ઈસમ દેશી હાથ બનાવટની ચાલુ હાલતની અગ્નીશસ્ત્ર માઉઝર લઈ દાહોદ આવતો હોવાની પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે ગતરોજ બપોરના અઢી વાગ્યાના સુમારે દાહોદ પડાઉ ટાઉન પોલીસ ચોકી નં.ર ની સામે ત્રણ રસ્તા પર જરૂરી વોચ રાખી પોતાના શિકારની રાહ જાેતી ઉભી હતી. તે દરમ્યાન બાતમીમા દર્શાવેલ નંબરવાળી બુલેટ મોટર સાયકલ ગરબાડા તરફથી આવતી નજરે પડતા એલસીબી પોલીસ સાબદી બની હતી અને નજીક આવતા જ પોલીસે તેને ઘેરી લીધો હતો અને તેની અંગઝડતી લઈ કમ્મરમાં ખોસી રાખેલ રૂા.૧૦,૦૦૦ની કિંમતની દેશી હાથ બનાવટની માઉઝર પકડી પાડી સાથે રૂપિયા પ૦ ની કિંમતની કારટીસ નં.૧ રૂા.પ૦૦૦ની કિંમતનો મોબાઈલ તથા રૂા.૮૦,૦૦૦ની કિંમતની બુલેટ મોટર સાયકલ મળી રૂા.૯પ,૦પ૦નો મુદ્દામાલ ઝડપી પાડી કબ્જે લઈ તેની ધરપકડ કરી નામ પુછતા તેનું નામ વિક્રમભાઈ દીપસીંગ પલાસ ઉ.વ.ર૪ રહે. છરછોડા, ખેડા ફળીયું તા.ગરબાડા હોવાનું જણાવ્યું હતું.
આ સંબંધે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનને માઉઝર, મોબાઈલ તથા બુલેટ મોટર સાયકલ વગેરેનો મુદ્દામાલ સાથે આરોપી વિક્રમભાઈ દીપસીંગ પલાસને સુપરત કરી દાહોદ એલસીબી પોલીસે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!