દાહોદ શહેરની ગરબાડા ચોકડી ખાતેથી૮ જેટલા ગૌવંશને કતલખાને લઈ જવાતા બચાવી
દાહોદ શહેરની ગરબાડા ચોકડી ખાતેથી ગતરોજ મધ્યરાત્રીના સમયે પોલીસ અને ગૌરક્ષકોની ટીમને મળેલ બાતમીના આધારે ગરબાડા ચોકડી Âસ્થત વોચ ગોઠવતા તે સમયે ૮ જેટલા ગૌવંશને કતલખાને લઈ જવાતા બચાવી લેવાયાનુ તેમજ પોલીસને જાઈ કતલખાને લઈ જતા ઈસમો નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ રાત્રીના ૨ વાગ્યાના સમયગાળા દરમ્યાન દાહોદ ગૌરક્ષકોને સાથે રાખી દાહોદ શહેરની ગરબાડા ચોકડી ખાતે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે કેટલાક ઈસમો ૮ જેટલા ગૌવંશને કતલ કરવાને ઈરાદે લઈ જતા હતા અને આ દરમ્યાન પોલીસે તેઓનો પીછો કરતા ઈસમો નાસી જવામાં સફળ રહ્યા હતા પરંતુ ૮ ગૌવંશને કબજે લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી અપાયા હતા અને પોલીસે આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.