પાર્ક કરેલ ડંફર ઢાળમાં ગગડીને ખાડામાં પડતા કેબીનમાંથી પડી ગયેલ વ્યક્તિનું મોત
દાહોદ, તા.૬
ઝાલોદ તાલુકાના આંબા ગામે કાપરી ફળીયામાં ઢાળમાં પાર્ક કરેલ ડંફર રીવર્સમા ઢાળ પડતી જમીનમાં આવેલ પાંચથી છ ફુટ ઉંડા ખાડામાં અકસ્માતે ગગડી જતા ડંફરના કેબીનમાં ઉંઘવા ગયેલ પ૦ વર્ષીય આધેડ ડંફરમાંથી અકસ્માતે પડી જતા ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ગંગાપુર નગરના મુળવતની અને હાલ ઝાલોદ તાલુકાના આંબા ગામે કાપરી ફળીયામાં રહેતા અને પટેલ કવોરીમાં કામ કરતા પ૦ વર્ષીય લાલચંદભાઈ રામચંદ્રભાઈ સુવાલકા ગત તા.૪.ર.ર૦ર૧ના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે કવોરીમાં ઢાળવાળી જમીનમાં પાર્ક કરેલ જીજે ૧૭ ટીટી ૬ર૧૮ નંબરનું ડંફર પાર્ક કર્યું હતુ. તે ડંફરના કેબીનમા ઉંઘવા ગયો હતો. તે દરમ્યાન ડંફર રિવર્સમા ઢાળ પડતી જમીનમા આવેલ પાંચથી છ ફુટ ઉંડા ખાડામાં ગગડી આવી પડ્યું હતુ. તે વખતે લાલચંદભાઈ ડંફરનીકેબીનમાંથી અકસ્માતે પડી જતા માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.
આ અંગે લીમડી પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક લાલસીંગભાઈની લાશનો કબ્જાે મેળવી પંચોરૂબરૂ લાશનું પંચનામુ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે લીમડી સરકારી દવાખાને મોકલી આપી હતી. અને અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.