દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એક્શન મોડમાં ઃ સરહદી વિસ્તારમાં ચેકપોસ્ટો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
દાહોદ તા.૦૮
આગામી સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને અનુસંધાન દાહોદ જિલ્લામાં આવેલ સરહદી બોર્ડરો પર પોલીસ દ્વારા હાલ ચાંપતો બંદોબસ્ત ગોઠવી બાજ નજર રાખવામાં આવી રહી છે. ચુંટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાય અને ગેરકાયદે પ્રવૃતિઓ પર અંકુશ મેળવા તેમજ ગુન્હેગારોની અવર જવર પર સંપુર્ણ પણે હાલ નજર રાખવામાં આવી રહી છે અને ગુન્હેગારોને ઝડપી પાડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી આગામી તારીખ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ યોજાનાર છે. દાહોદ જિલ્લામાં તમામ તાલુકા પંચાયતો, દાહોદ જિલ્લા પંચાયત, નગર પાલિકા વોર્ડની ચુંટણી યોજાવાની છે. આ ચુંટણીના અનુસંધાને મધ્યપ્રદેશના બંન્ને જીલ્લાઓ અલીરાજપુર અને ઝાબુઆ જિલ્લાના ઉચ્ચ પોલિસ અધિકારીઓ સાથે અગાઉ આ સંદર્ભમાં એક મીટીંગ પણ યોજાઈ હતી જેના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસે હાલના તબક્કે હંગામી ધોરણે ૨૪ જગ્યાએ ચેકપોસ્ટ ચાલુ કરેલ છે અને આ તમામ ચેકપોસ્ટો પર સરપ્રાઈઝ વ્હીકલ ચેકીંગ ચાલુ કરવામાં આવેલ છે. ગેરકાયેદસર દારૂની કોઈ હેરાફેરી કરે નહીં. ગુન્હેગારોની અવર જવર પર સંપર્ણપણે પોલીસની બાજ નજર છે તે આરોપીઓ તમામ પકડાય તે પ્રકારની કોશીષ આ ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા થઈ રહી છે. આ સાથે સાથે આ ચેકપોસ્ટોને સંલગ્ન સંબંધિત આંતરરાજ્ય ચેકપોસ્ટો જેવી કે, અલીરાજપુર,ઝાબુઆ અને બાંસબાડાના તમામ જિલ્લા પોલીસવડાઓ સાથે દાહોદના ઉચ્ચ પોલીસ દ્વારા વાતચીત પણ કરવામાં આવેલ છે. ચુંટણીના અનુસંધાન આ જિલ્લાઓમાં પણ ચેકપોસ્ટો કાર્યરત કરી ત્યાં પણ બંદોબસ્ત મુકવામાં આવનાર છે. ટુંકમાં આ ચેકપોસ્ટના માધ્યમથી વ્યક્તિ અને વાહનો પર નજર રાખવા દાહોદ જિલ્લા પોલીસ સુસજ્જ છે.