દાહોદ જિલ્લામાં બે જગ્યાએ પોલીસનો સપાટો ઃ કુલ રૂા. ૧.૭૫ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત ઃ એક ફરાર
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર પ્રોહીના બનેલા ત્રણ બનાવોમાં પોલીસે કુલ રૂા.૧.૭૫,૦૦૦ના પ્રોહી જથ્થા સાથે ત્રણ વાહનો કબજે લીધા હતાં જેમાં આ ત્રણ બનાવોમાં એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે બે જણા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે ગત તા.૦૮મી ફેબ્રુઆરીના રોજ બનવા પામ્યો હતો જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં ભાભરા તાલુકામાં ચોકિદાર ફળિયામાં રહેતો દિલો દિતલિયા ભુરીયા પોતાના કબજાની ક્વોલીસ ફોર વ્હીલર ગાડી લઈ આ જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પોલીસને તેની ઉપર શંકા જતાં ગાડી ઉભી રખાવી તલાસી લેતાં લેતાં ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૨૦ કિંમત રૂા.૫૧,૬૦૦ ના પ્રોહી જથ્થા સાથે મોબાઈલ ફોન અને ગાડીની કિંમત મળી કુલ રૂા.૧,૨૨,૬૦૦નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ઝડપી પાડવામાં આવેલ ઈસમને જેલના સળીયા પાછળ દેવગઢ બારીઆ પોલીસે ધકેલી દઈ તેની વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના નાની મંગોઈ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી ફેબ્રુઆરીના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈ આ સ્થળ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નાની મંગોઈ ગામે નાકાબંધીમાં ઉભેલ પોલીસને જાેઈ આ મોટરસાઈકલનો ચાલક સ્થળ પરજ મોટરસાઈકલ મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ પાસેથી થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૧૬૦ કિંમત રૂા.૭૬,૦૦૦ તેમજ મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા.૧,૦૧૦૦૦ નો મુદ્દામાલ કબજે લઈ ફરાર મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજાે બનાવ પણ દેવગઢ બારીઆ તાલુકાના નાની મંગોઈ ગામે આજ દિવસે બનવા પામ્યો હતો જેમાં પણ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતી વેળાએ નાકાબંધીમાં ઉભેલ પોલીસને જાેઈ સ્થળ પરજ મોટરસાઈકલ મુકી નાસી જતાં પોલીસે આ મોટરસાઈકલ પાસેથી પણ થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૪૦૦ કિંમત રૂા.૪૭,૪૦૦ ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ મળી કુલ રૂા.૭૨,૪૦૦નો મુદ્દામાલ સાગટાળા પોલીસે કબજે લઈ ફરાર ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuday Dahod