દીપ સિધુ છેવટે ૧૫ દિવસ બાદ પોલીસના હાથે ઝડપાયો : ૨૬ જાન્યુઆરી લાલ કિલ્લા કાંડનો આરોપી દીપ સિદ્ધુ પકડાયો : ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર થયેલા તોફાનો બાદ ફરાર દીપને પકડવા પોલીસે રૂ. ૧ લાખનું ઈનામ જાહેર કર્યું હતું

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૯
૨૬મી જાન્યુઆરીએ દેશના ગણતંત્ર દિવસ પર રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ઐતિહાસિક એવા લાલ કિલ્લા પર તિરંગાના બદલે એક ધાર્મિક ધ્વજ ફરકાવવાની ઘટનાના મુખ્ય આરોપી દીપ સિદ્ધૂની ધરપકડ કરવામાં આવી છે. દીપ સિદ્ધુ પર પોલીસે ૧ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દીપ સિદ્ધુની ધરપકડ કરી હતી. દીપ સિદ્ધુ લાલ કિલ્લાની ઘટના બાદથી જ ફરાર હતો. જાેકે આ દરમિયાન પણ તે નિયમિત પણે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતો હતો. સિદ્ધુના આ વીડિયો અમેરિકામાંથી એક મહિલા પોસ્ટ કરતી હોવાની પણ દિલ્હી પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી.
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની ઘટનાના આશરે ૧૫ દિવસ ફરાર રહ્યાં બાદ દીપ સિદ્ધુ મંગળવારે વહેલી સવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના હાથે ચડ્યો. જાેકે હજી સુધી તે સ્પષ્ટ નથી થઇ શક્યું કે દીપ સિદ્ધુની ધરપકડ ક્યાંથી કરવામાં આવી હતી.
ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં અચાનક હિંસા ભડકી ઉઠી હતી. ત્યાર બાદ દિલ્હીના રસ્તા પર ઉગ્ર બનેલા ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોનું એક મોટુ જૂથ આ હિંસક ઘટનાઓનો વિરોધ કરી રહ્યું છે અને તેનો આરોપ કેટલાંક લોકો પર લગાવવામાં આવી રહ્યો છે. તેવામાં ખેડૂત નેતાઓએ દીપ સિદ્ધુ પર ખેડૂતોને ભડકાવવા અને હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ દીપ સિદ્ધુએ ફેસબુક પર આવીને કહ્યું હતું કે, અમે પ્રદર્શનના પોતાના લોકતાંત્રિક અધિકાર અંતર્ગત નિશાન સાહિબનો ઝંડો લાલ કિલ્લા પર ફરકાવ્યો પરંતુ ભારતીય ધ્વજને હટાવવામાં નથી આવ્યો.
દીપ સિદ્ધૂનો જન્મ ૧૯૮૪માં પંજાબના મુક્તસર જિલ્લામાં થયો હતો. તેણે આગળ લૉનો અભ્યાસ કર્યો હતો. કિંગફિશર મૉડેલ હંટ અવોર્ડ જીતવા પહેલા તે કેટલાક દિવસ બારનો સભ્ય પણ રહી છુક્યો છે. વર્ષ ૨૦૧૫માં દીપ સિદ્ધૂની પહેલી પંજાબી ફિલ્મ ‘રમતા જાેગી’ રીલીઝ થઇ હતી. જાે કે તેને પ્રસિદ્ધિ વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ જાેરા દાસ નુમ્બરિયાથી મળી હ અતી જેમાં તે ગેંગસ્ટરના રોલમાં નજરે પડ્યો હતો.
સિદ્ધુને ઝડપી પાડવા માટે દિલ્હી પોલીસની ટીમોએ પંજાબમાં અનેક ઠેકાણે કાર્યવાહી કરી રહી હતી. પરંતુ તે પોતાના ફેસબુક પેજ પર વીડિયો અપલોડ કરતો હતો જેમાં તે પંજાબીમાં વાત કરતા પોતાને નિર્દોષ ગણાવતો હતો. એક વીડિયોમાં તેણે કહ્યું હતું કે, મેં મારી આખી જીંદગી પાછળ છોડી દીધા બાદ પણ પંજાબીઓને તેમના વિરોધમાં સાથ આપવા માટે આવ્યો છું. કોઈ કંઈ જાેયુ નથી પણ મને ગદ્દાર ગણાવી દેવામાં આવ્યો છે.
દીપ સિદ્ધૂ અને તેના ભાઇ મનદીપને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતુ. દીપ સિદ્ધુ ખેડૂત આંદોલન સાથે જાેડાયેલો છે અને પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી રહ્યો છે. એનઆઇએના ઑફિસરે બંને ભાઇઓની શીખ ફૉર જસ્ટિસ નામના અલગાવવાદી સંગઠન વિરુદ્ધ દાખલ એક કેસ અંગે પૂછપરછ કરી હતી. ત્યારે દીપ સિંહ સિદ્ધૂએ કહ્યું હતું કે તેને શીખ ફૉર જસ્ટિસ નામના કોઇ સંગઠન સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે એનઆઇએ દ્વારા સમન મોકલીને કેન્દ્ર ખેડૂતોનો સાથ આપી રહેલા લોકોને ધમકાવવા ઇચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: