ઝાલોદના પીપળીયા ગામે તસ્કરોનો મકાનમાં હાથફેરો ઃ રૂા.૪૨,૫૦૦ના સોના – ચાંદીના દાગીનાની ચોરી
દાહોદ તા.૧૦
ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી મકાનમાંથી સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા.૪૨,૫૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
પીપળીયા ગામે કોટવાળ ફળિયામાં રહેતા મહેશભાઈ સડયાભાઈ ડામોરના બંધ મકાનને તસ્કરોએ ગત તા.૦૮મી ફેબ્રુઆરીના રોજ નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો. મકાનમાં મુકી રાખેલ સોનાના ઝુમ્મર, ચાંદીની ઝાંઝરી, છડા, ભોરીયા, કંદોરો, આંકડા વિગેરે દાગીના કિંમત રૂા.૪૨,૫૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મહેશભાઈ સડયાભાઈ ડામોરે આ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#Sindhuuday Dahod