ભથવાડા ટોલનાકા પાસે પાસેથી પોલીસે રૂા.૭૨,૨૪૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીના ચાલકની અટક કરી
દાહોદ તા.૧૦
દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક ટવેરા ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૭૨,૨૪૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં ટાંડી ફળિયામાં રહેતો સંજયભાઈ બાબુભાઈ રાઠવા ગત તા.૦૯મી ફેબ્રુઆરીના રોજ પોતાના કબજાની ટાવેરા ગાડી લઈ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાં નાકાબંધીમાં ઉભેલ પોલીસને આ ગાડી ઉપર શંકા જતાં ગાડી ઉભી રખાવી હતી અને ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૬૮ કિંમત રૂા.૭૨,૨૪૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧,૭૩,૨૪૦ નો મુદ્દામાલ દેવગઢ બારીઆ પોલીસે કબજે લઈ ઉપરોક્ત ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuday Dahod

