દાહોદ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શાખાઆએની આકસ્મિક મુલાકાતે પહોંચતાં ૩૮ કર્મચારીઓ ગેરહાજર જણાતા કારણદર્શક નોટીસ ફટકારાઈ
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આજરોજ પંચાયત શાખાઓની આકસ્મિક મુકાલાતે પહોંચ્યાં હતાં. આ મુકાલતાં ૩૮ જેટલા કર્મચારીઓ ગેરહાજર હોવાનું જણાઈ આવતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ તમામ કર્મચારીઓને કારણદર્શક નોટીસો ફટકારી અડધા દિવસોનો પગાર કાપવાનો આદેશ કરતાં પંચાયત કચેરીના ગુલ્લેબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં એક તરફ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે તે સાથે સાથે પ્રજાલક્ષી કામકાજાે પણ સુવ્યવસ્થિ થઈ રહ્યાં છે કે કેમ? તે માટે આજરોજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ પંચાયત કચેરીઓ ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી હતી. આ સરપ્રાઈઝ ચેકીંગમાં ૩૮ જેટલા કર્મચારીઓ ગેરહાજર હોવાનું માલુમ પડતાં આ તમામ કર્મચારીઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી. આ સાથે સાથે તેઓના અડધા દિવસો પગાર કાપવાનો આદેશ પણ કર્યો હતો. ભવિષ્યમાં આવી ભુલ કર્મચારીઓ ના કરે અને અપીલ નિયમો મુજબ કાર્યવાહી કરવાની ફરજ કરવાનું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીની આ આકસ્મિક તપાસથી ગુલ્લેબાજ કર્મચારીઓમાં એકપ્રકારનો ફફડાટ પણ ફેલાયો હતો અને રચિત રાજ ચેકીંગમાં આવ્યા હોવાની ખબરો સાથે જ ગુલ્લેબાજ ઘણા કર્મચારીઓમાં તાત્કાલિક પોતાની ફરજ પર હાજર થવાના દોડાદોડીના દ્રશ્યો પણ જાેવા મળ્યાં હતાં.
#Sindhuuday Dahod