સેવનીયા ગામે સાગટાળા પોલીસનો સપાટો છ રૂા.૬ર હજાર ઉપરાંતના દારૂ-બીયર સાથે મોટર સાયકલ પકડી

દાહોદ, તા.૧૧
રાત્રી પેટ્રોલીંગ કરી રહેલ સાગટાળા પોલીસની ગાડી જોઈ હોન્ડા સાઈન મોટર સાયકલ પર વિદેશી દારૂની ખેપ મારવા નીકળેલ ખેપીયો પોતાની મોટર સાયકલ તથા તેના પર મુકેલ રૂપિયા ૬ર હજાર ઉપરાંતના વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે સેવનીયા ગામે પગદંડી રસ્તા પર મુકી નાસી જતા પોલીસે રૂપિયા ૧પ હજારની કિંમતની મોટર સાયકલ મળી રૂપિયા ૭૭,૮૮૦ નો મુદ્દામાલ ઝડપી પાડી કબ્જે લીધાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર એક મોટર સાયકલ ચાલક ખેપીયો તેના કબ્જાની નંબર વગરની હોન્ડા સાઈન મોટર સાયકલ પર દારૂ તથા બીયરનો જથ્થો લઈ ગત વહેલી પરોઢે પોણા પાંચ વાગ્યાના સુમારે દે.બારીયા તાલુકાના સેવનીયા ગામના રોડ તરફ આવી રહ્યો હતો. તે દરમ્યાન પોલીસની ગાડી જાેઈ લેતા મોટર સાયકલનો ચાલક ખેપીયો સેવનીયા ગામની પગદંડી પર પોતાની મોટર સાયકલ દારૂ-બીયરનો જથ્થા સાથે મુકી અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. જે મોટર સાયકલ સાગટાળા પોલીસે પકડી પાડી મોટર સાયકલ પર લાદેલ કંતાનના થેલા લગડામાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના કવાટરીયાની પેટી નં.૯ તથા છુટ્ટા પ્લાસ્ટીકના કવાટરીયા નં.૧૪૪ તથા બીયર ટીનની પેટી નં.૧ મળી રૂા.૬ર,૮૮૦ની કિંમતની નાની મોટી બોટલ નં.૬૦૦ ઝડપી પાડી રૂા.૧પ,૦૦૦ની કિંમતની મોટર સાયકલ મળી રૂા.૭૭૮૮૦નો મુદ્દામાલ કબ્જે લઈ હોન્ડા સાઈન ગાડીવાળા ખેપીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: