દાહોદ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ
દાહોદ નગરપાલિકાની કુલ 9 વોર્ડની 36 બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડવા માંગતા કુલ 161 ટિકિટ વાંછુંકોએ ટિકિટ માટે અરજી કરતા એક તબ્બકે ભાજપ મોવડી મંડળ પણ અસમંજસમાં મુકાઈ ગયું હતું. ત્યારબાદ શરૂ થયેલી ઉમેદવારોની પસંદગી પ્રકિયામાં દરેક ઉમેદવારની તમામ પાસાઓ પર ઝીણવટભર્યો અભ્યાસ તેમજ પક્ષ પ્રમુખ સીઆર પાટીલે જારી કરેલી ગાઇડલાઇન મુજબ કેટલાક જૂના જોગીઓનું પત્તુ કપાવાનું નિશ્ચિત લાગી રહ્યું હતું. જોકે તમામ પાસાઓ પર એકમત થઇ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નગરપાલિકાના ઉમેદવારોની યાદી ગઈકાલે જ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર આમલીયારને મોકલી દીધી હતી. અને ત્યારબાદ બાદ થી ઉમેદવારોની યાદી જાહેરાતની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.જેને લઈને પોતાના સોર્સ દ્વારા કોને ટિકિટ મળી કોની કપાઈ તે બાબતે તરેહ તરેહની ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. જોકે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન મળવાની પરિણામ સ્વરૂપ ભડકો થવાનીઆશંકાએ તેમજ એકાદ સીટ પર પેચ ફસાયો હોવાની ચર્ચાઓની વચ્ચે ગઈકાલે જાહેરાત કરવાનું ટાળી ડેમેજડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.ત્યારબાદ આખરે આજરોજ સાંજે બીજેપી કર્યાલય ખાતે કોન્ફ્રેંસ યોજી ઉમેદવારોની યાદી જાહેર કરતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ઉમેદવારોની જાહેરાત બાદ ઉમેદવારોના સમર્થકો દ્વારા ભવ્ય આતીશબાજી તેમજ મીઠાઈ ખવડાવી પ્રથમ જીત માની વધાવી લીધી હતી.જોકે ઉમેદવારોની યાદી પ્રમાણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવા તેમજ કેટલાક જુના કોર્પોરેટરોને સાચવી તેમજ કેટલાક નવા ચહેરાઓને તક આપી સમન્વય જાળવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે પક્ષ દ્વારા પડતા મુકાયેલા જુનાજોગીઓ તેમજ નારાજ કાર્યકર્તાઓ દ્વારા પક્ષ જોડે બળવો કરી અપક્ષમાં દાવેદારી નોંધાવવાની પ્રબળ આશઁકાઓ જોવાઈ રહી છે. જોકે ફોર્મ ભરવા માટે બે દિવસનો સમય હોઈ ચૂંટણીનો ખરો ચિત્ર આગળ જતા ખબર પડશે.