દાહોદ તાલુકાના ગડોઈ ગામના ૧૭ વર્ષીય છોકરાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટુકાયુ
દાહોદ તાલુકાના ગડોઈ ગામના ૧૭ વર્ષીય છોકરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાન જ ઘરમાં ગળે ફાંસો ખાઈ લટકી જઈ આયખું ટુંકાવ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગડોઈ ગામે રહેતા અને નોકરી કરતા ૩૭ વર્ષીય લસ્સીબેન વીજયભાઈ બામણીયાના છોકરા ૧૭ વર્ષીય નિખિલભાઈ વિજયભાઈ બામણીયાએ કોઈ અગમ્ય કારણોસર ગતરોજ બપોરના સાડા અગ્યાર વાગ્યા પહેલા પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવી લીધું હતુ.
આ સંબંધે ગડોઈ ગામના લસ્સીબેન વિજયભાઈ બામણીયાએ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

