દાહોદ ડબગરવાડ વિસ્તારના યુવકની હત્યા પ્રકરણમાં ડબગરવાડમાં બે પરિવારો સામસામે આવી જતાં ભારે ધિંગાણું ઃ વિસ્તારમાં ચકચાર મચી

દાહોદ તા.૧૩
દાહોદમાં અમદાવાદ – ઈન્દૌર નેશનલ હાઈવે ઉપરથી એક માસ અગાઉ શહેરના ડબગરવાસમાં રહેતા એક યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધા બાદ પોલીસે સગીર ત્રણ યુવકોની ધરપકડ કર્યાના બનાવ બાદ આજરોજ આ ડબગરવાડમાં મૃતક યુવકના પરિવારજનો અને આરોપીના પરિવારજનો બંન્ને સામસામે આવી જતાં બંન્ને પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચારી બાદ મારમારીનો દોર આરંભાતા વિસ્તારમાં ચકટચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સ્થિતીને કાબુમા લઈ આ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ આ ધિંગાણામાં સામેલ બે જેટલા વ્યક્તિઓની અટકાયતી પગલાં લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ દાહોદના ડબગરવાડ વિસ્તારમાં હત્યા કરવામાં આવેલ પરિવારજનો અને આરોપી સગીર યુવકના પરિવારજનો બંન્ને સામસામે આવી ગયા હતાં. આ બાદ બંન્ને પક્ષો વચ્ચે મારમારીનો દૌર આરંભ થતાં ભારે ધિંગાણું સર્જાયું હતું. આ બાદ મહિલાઓનું ટોળુ દાહોદ મહિલા પોલીસ મથકે આવી પહોંચી હતી અને જ્યાં પણ ભારે ધિંગાણું મચાવી પોલીસ સમક્ષ અનેક રજુઆતો કરી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે દાહોદ પોલીસ દ્વારા ડબગરવાડ વિસ્તાર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: