દાહોદ એલસીબી પોલીસે સુરત ના ખટોદરા પોલીસ સ્ટેશનમાં 50 લાખની ઘરફોડ ચોરીનો મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી જેલ ભેગો કર્યો
દાહોદ તા.૧૪
દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે થી સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 લાખ ની ઘરપકડ ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધાર નાસતો ફરતો આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી મોટરસાયકલ તેમજ મોટરસાયકલ ના સ્પેરપાર્ટ તેમજ ચાંદીના દાગીના મળી 2.53 લાખ ઉપરાંતનો શંકાસ્પદ મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લાના જિલ્લા પોલીસ વડાને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરત ખટોદરા પોલીસ સ્ટેશનમાં 50 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં મુખ્ય સૂત્રધાર નાસતો ફરતો આરોપી સરદાર ભાઈ મનજીભાઈ ભાભોર રહેવાસી વડવા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ તથા તેનો સાગરીત સગીર બાળક કિશોર તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ ના ઘરે ભેગા મળી મોટરસાયકલ ના સ્પેરપાર્ટ છુટા કરી વેચવાના ફિરાકમાં હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે દાહોદ એલસીબીની ટીમે વોચ ગોઠવી કોમ્બિંગ કરી આરોપીના ગામેથી શંકાસ્પદ મોટરસાયકલ તેમજ મોટરસાયકલ ના સ્પેરપાર્ટ સબમરસીબલ મોટર તેમજ ૫૦ લાખની ઘરફોડ ચોરીનો મુખ્ય સૂત્રધાર અને નાસતો ફરતો આરોપી સરદાર ભાઈ મનજીભાઈ ભાભોરને ઘરેથી ચાંદીના દાગીના, સબ મર્સિબલમોટર્સ વાયર બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે રિકવર કરેલ મુદામાલમા ( ૧ ) કાળા કલરની મો.સા.ની ચેચીસ તથા તોડી નાખેલ એજીનના સ્પેરપાર્ટ તથા મેકવીલ સાથેનું ટાયર ( ૨ ) એક કાળા કલરની વગેર નંબરની અપાચી મો.સા. ( ૩ ) એક સિલ્વર કલરની લાલ પટ્ટાવાળી સ્ટાર સીટી પ્લસ મો.સા ( ૪ ) એક કાળા કલરની વગેર નંબરની યામાહા કંમ્પની નવા જેવી મો.સા. ( ૫ ) સબમર્શીબલ પમ્પ મોટરો નંગ -૪ ( ૬ ) સબમર્સિબલ મોટરનો કેબલ વાયર આશરે ૩૦૦ ફુટ લાંબો ( ૭ ) ચાંદીનો કેડ ઝોલો ૨૫૦ ગ્રામ ( ૮ ) ચાંદીના પાયલ નંગ -૨ ( જોડ- ૧ ) ૧૩૦ ગ્રામ વજનના મળી કિ.રૂ .૨,૫૨ , ૫00 / – નો શંકાસ્પદ મુદામાલ પોલીસે કબજે કર્યું છે. પકડાયેલ આરોપી સરદારભાઇ મનજીભાઇ ભાભોર રહે.વડવા તા.ગરબાડા જી.દાહોદનાઓ સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનના 50 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો મુખ્ય સુત્રધાર તરીકે નાસતો ફરતો હોય તેમજ સુરત શહેર કામરેજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના પાંચ ( ૫ ) ગુનાઓમાં તેમજ અંજાર પો.સ્ટે.ની ઘરફોડ ચોરી મળી કુલ સાત ( ૭ ) ગુનાઓમાં નાસતો ફરતો હોવાનુ જણાઈ આવયું હતું . દાહોદ જિલ્લાના જેસાવાડા , લીમખેડા તેમજ અમરેલી જિલ્લાના મહુવા તેમજ રાજસ્થાન રાજયના પ્રતાપપુરા ગામે તેમજ મધ્યપ્રદેશના કુક્ષી પો.સ્ટે.વિસ્તારમાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી કરેલાની કબુલાત કરી હતી.
#Sindguuday Dahod