દાહોદના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે માજી સૈનિક સંગઠન દ્વારા પુલવામાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
દાહોદ તા.૧૪
દાહોદના માજી સૈનિક સંગઠન દ્વારા પુલવામાં શહીદ થયેલ જવાનોને શહેરના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે એક શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં માજી સૈનિકો ઉપસ્થિત રહી શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
જમ્મુ – કાશ્મીરના પુલવામાં આતંકીઓ દ્વારા બે વર્ષ અગાઉ ૧૪મી ફેબ્રુઆરીના રોજ ભારતીય સૈનિકોના વાહનોને નિશાન બનાવી બોમ્મ મારો તેમજ બેફામ ગોળીમારો કરતાં ભારતીય સેનાના ઘણા જવાનો આ આતંકી હુમલામાં શહીદ થયા હતાં. આ બાદ દેશભરમાં આક્રોશની જ્વાળાઓ પણ ફેલાઈ હતી. આ ઘટનાને બે વર્ષ બાદ આજે ૧૪મી ફેબ્રુઆરીના રોજ આ શહીદોની યાદમાં દાહોદ જિલ્લાના માજી સૈનિક સંગઠન દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ દાહોદ શહેરમાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ ના માજી સૈનિક અને જે માજી સૈનિક જાેડે ટ્રેનિંગ લેતા યુવક યુક્તિઓ પણ શહીદ જવાનોને શ્રદ્ધાઅંજલિ અર્પણ કરી હતી.
#Sindhyuday Dahod