દાહોદ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ:કુલ 262 ઉમેદવારી પત્રોમાંથી 19 ઉમેદવારીપત્રો વિવિધ કારણોસર રદ થયાં
દાહોદ તા.15
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવવાની છે.9 વોર્ડમાં 36 બેઠકોવાળી દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 262 ઉમેદવારોએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી.જયારે ચૂંટણીપંચ દ્વારા આજરોજ ફોર્મ ચકાસણી માટેની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 9 વોર્ડમાંથી 19 ઉમેદવારોના ફોર્મ જુદા જુદા કારણોસર રદ્દ થતાં હવે કુલ 243 દાવેદારોના ઉમેદવારી પત્ર માન્ય રહેવા પામ્યા છે. જોકે આવતીકાલે ફોર્મ પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ હોઈ કુલ કેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે જે આવતીકાલ સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે તેમ છે.
ચૂંટણી પંચ દ્વારા મળતી માહિતી પ્રમાણે આજે ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવેલી ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં 19 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયાં
(1)વોર્ડ નંબર 1:-
મુફ્ફદલ શબ્બીર બોરીવાલા,
(2) મેહુલકુમાર પ્રેમસીંગ સોયડા
(3)વોર્ડ નંબર 2 :-
હુસેનીભાઇ ફિદાહુસૈન જાદલીવાલા
(4) શીતલબેન હેમંતકુમાર પરમાર
(5)દિશાંકભાઈ મનોજભાઈ બામણીયા
(6)જ્યોતિષ કુમાર બાપુભાઈ બામણીયા (ટેકેદારની સંખ્યા અધૂરી, ભાગ 2 અને ભાગ 4 ની અધૂરી વિગત )
(7)દિલીપકુમાર રામચંદ્ર પોસરા( દરખાસ્ત કરનાર ટેકો કરનાર એક જ વ્યક્તિ હોવાથી
(8) વોર્ડ નંબર 4
તુલસીદાસ હોતચંદ જેઠવાની(ડમી ફોર્મ રદ્દ)
(9) વોર્ડ નંબર 5 :-
ઉર્મિલાબેન રાજુભાઈ સંગાડા
(10) કેઝારભાઈ મનસુખભાઈ ભાભરાવાલા
(11)વોર્ડ નંબર 6 :-
નીરજ (ગોપી) દેસાઈ (ડમી ફોર્મ રદ્દ )
(12)મારિયા સજાદ ભાટિયા
(13) હુસેન નજમુદ્દીન ગાંગરડીવાલા
(14) કાઇદ જોહર નુરુદ્દીન ભેવાળા
(15)વોર્ડ નંબર 7 :-
અરવા અબ્દુલ કાદિર પીટોલવાલા
(16)વોર્ડ નંબર 8 :-
સાયરાબેન મોહમ્મદ હનીફભાઇ મન્સૂરી
(17) વોર્ડ નંબર 9 :-
દીપેશ રમેશચંદ્ર લાલપુરવાલા (ડમી ફોર્મ )
(18) ચંદ્રકાંતાબેન ગોપાલભાઈ ધાનકા (ડમી ફોર્મ)
#Sindhuuday Dahod

