દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં દિલ્હી મુંબઈ રેલમાર્ગની પાસેથી એક વ્યક્તિની હત્યાં કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી
દાહોદ તાલુકાના જેકોટ ગામેથી પસાર થતાં દિલ્હી મુંબઈ રેલમાર્ગની પાસેથી એક વ્યક્તિની હત્યાં કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.જોકે પ્રાથમિક મળતી માહિતી અનુસાર આ વ્યક્તિનું પ્રેમ પ્રકરણને લઇ હત્યા કરી લાશને રેલમાર્ગ ની પાસે ફેંકી દીધું હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. જોકે દાહોદ તાલુકા પોલીસે લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડ્યા હોવાનું જાણવા મળેલ છે.
વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના રામપુરા ગામના મેડા ફળીયાનો રહેવાસી અને ત્રણ બાળકોના પિતા રમુંડાભાઈ મનસુખભાઇ મેડા થોડાક સમય પૂર્વે બાલાસિનોર મુકામે મજૂરી અર્થે ગયો હતો. અને એક માસ ત્યાં મજૂરીકામ કરી હાલમાં જ પોતાના ઘરે આવ્યું હતું. અને ગતરોજ દાહોદ જઈને આવું તેમ કહી ઘેરથી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનોએ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલિસે સવાર સુધી રાહ જુઓ અમે શોધખોળ કરીએ છીએ તેમ જણાવી ઘરે મોકલી દીધા હતા. જોકે આજરોજ વહેલી સવારે રમુડાભાઈનો મૃતદેહ જેકોટ રેલવે લાઈન પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોએ દાહોદ તાલુકા પોલીસને જાણ કરાતાં દાહોદ તાલુકા પોલિસ મથકના પીએસઆઇ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પ્રાથમિક તપાસ કરતા રમુંડાભાઈની કોઈક ચપ્પુ હત્યાં હથિયારથી ઘાતકી હત્યાં કરાયેલી લાશ મળી આવતા પોલિસે એફ.એસ.એલ ની મદદ લઇ લાસનો કબજો મેળવી પીએમ અર્થે નજીકના સરકારી દવાખાને મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. જોકે બિન સત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ મરણ જનાર રમુંડાભાઈ મેડાનો થોડાક સમય પૂર્વે કોઈક યુવતી જોડે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યો હતો.જોકે પોલિસે તમામ પાસાઓ પર હાલ ઝીણવટ ભરી તપાસ આદરી છે પરંતુ પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે તેમજ આ હત્યાનો ભેદ ઉકેલવા પોલિસને મદદ મળે તેમ છે.