સ્માર્ટસીટી બનવા જઇ રહેલા દાહોદ શહેરમાં સ્વચ્છત ભારત અંતર્ગત સ્વચ્છતા માટે દાહોદના નગરજનોને અપીલ કરવા માટે દાહોદ નગર પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ પોતાના તમામ સુધરાઇ સદસ્યોને સાથે રાખી શહેરના એમજી રોડથી સ્ટેશન સુધીના વિસ્તારમાં નીકળ્યા હતા અને વેપારીઓ તથા રહિશોને સ્વચ્છતાના આ મહાઅભિયાનમાં સાથ અને સહકાર આપવાની અપીલ કરી ૨૦ જેટલા દુકાનો-મકાનો આગળ કચરો પડેલ હોઇ તેઓને કુલ ૮૦૦૦ રૂપિયાનો દંડની વસુલાત કરી હતી.પાલિકાના આ સ્તુત્ય પગલાને નગરજનોએ સાથ અને સહકાર સાથે વખાણ્યું છે.
દાહોદ શહેરમાં સ્વચ્છતા જાળવવા પાલિકાના સત્તાધિશો મોડે મોડે પણ જાગ્યા ખરા અને દેર આયે દુરસ્ત આયેની ઉÂક્ત સાર્થક કરવા સ્વચ્છતા માટેના મહાઅભિયાનનો આજથી આરંભ કર્યો અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દાહોદ શહેરમાં તેનો પુરેપુરો અમલ થાય તે માટે આજે દાહોદ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, માજી પ્રમુખ ગુલશનભાઇ બચ્ચાણી, સેનેટરી વિભાગના કર્મચારીઓ, આરોગ્ય વિભાગ તેમજ દબાણ વિભાગના કર્મચારીઓ વગેરેના કાફલા સાથે દાહોદમા એમજી રોડથી સ્ટેશન સુધીના વિસ્તાર નગરજનોને પોતાની દુકાન તથા મકાન આગળ સ્વચ્છતા રાખવાની અપીલ કરવા નીકળ્યા હતા અને જે વેપારીની દુકાન આગળ કે કોઇના મકાન આગળ કચરો યા ગંદકી જાવા મળી તેવા ૨૦ જેટલા દુકાન-મકાનવાળાઓને સ્થળ પર જ દંડની પાવતી આપી કુલ રૂપિયા ૮૦૦૦ નો દંડ વસુલ કર્યો હતો.
થોડા દિવસો પહેલા દાહોદ શેહરમાં ચિકન ગુનિયા તથા ડેન્ગ્યુ જેવા રોગે પોતાનો પંજા ફેલાવ્યા હતો.તે વખતે જ પાલિકા દ્વારા આ સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું હોત તો આજે દાહોદ વધુ સ્વચ્છ અને વધુ સુંદર બન્યું હોત.પરંતુ ઉઠ્યા ત્યાંથી સવારમાની પાલિકાના સત્તાધિશોએ આજથી સ્વચ્છતાના આ મહાઅભિયાનનો આરંભ કર્યો છે.તેને નગરજનોએ આવકાર્યો છે.