કોરોનાનો ખતરો યથાવત ઃ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને દાહોદના લોક લાડીલા સાંસદ કોરોના સંક્રમિત થયાં!
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લઇ રાજકીય પક્ષો લક્ષી કામગીરીમાં જાેતરાયેલા છે. પરંતુ કોરોના સંક્રમણનો ખતરો હાલ ટાળ્યો નથી ચોક્કસ પણે રસીકરણના પ્રથમ તેમજ બીજા તબબકાના રસીકરણમાં કોરોના સંક્રમણ પર મહત્તમ રીતે અંકુશ આવ્યો છે. ત્યારે હાલમાં પણ કોરોનાનો ખતરો જાેવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી, તેમજ અન્ય મંત્રીઓ કોરોના સંક્રમિત આવ્યા બાદ આજરોજ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્ય તેમજ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર પણ સંક્રમિત હોવાનું જાણવા મળેલ છે. વધુ મળતી માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ, અન્ય મંત્રીઓ કોરોના સંક્રમિત થયાં બાદ દાહોદના સાંસદ અને ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય જશવંતસિંહ ભાભોરની તબિયત ખરાબ થતાં તેઓને અમદાવાદ યું. એન. મેહતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકારણમાં સોપો પડી જવા પામ્યો હતો. જાેકે મળતી માહિતી અનુસાર તેમના સંપર્કમાં આવેલા લોકો ને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.