ઝાલોદ બાયપાસ હાઈવે પર વિદેશી દારૂ ભરેલ i20 ગાડીમાં માર્ગ અકસ્માતમાં આગ લાગતા ગાડીમાં સવાર બે લોકો આગમાં જીવતા ભૂંજાયા
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ બાયપાસ હાઈવે પર આજરોજ વહેલી સવારે એક આઈ ટ્વેન્ટી ગાડીમાં બે વ્યક્તિઓ વિદેશી દારૂ ભરી પુરઝડપે અને ગફલત રીતે પસાર થઈ રહ્યાં હતા તેવામાં રસ્તાની સાઈડમાં ઉભેલ લોડીંગ પીકઅપ ગાડીને પાછળથી જાેશભેર ટક્કર મારતાં આઈ ટ્વેન્ટી ગાડીમાં જાેતજાેતામાં આગ ભભુકી ઉઠી હતી અને આ આગમાં આઈ ટ્વેન્ટી ગાડીમાં સવાર બે વ્યક્તિઓ આગની અગન જ્વાળાઓમાં લપેટાઈ જઈ ભડથું થઈ જતાં હાઈવે પર ચકચાર મચી જવા પામી હતી.

