નુકશાન વાળી ગાડીના નિકાલના મુદ્દે પ૦ વર્ષીય આધેડ યુવકનું અપહરણ
દાહોદ, તા.૧૯
ઉભેલ ગાડીને ટક્કર મારી નુકશાન પહોંચાડતા તે ગાડીના નિકાલના મુદ્દે દાભડા ગામના ગાડી માલિકને ચીલાકોટા ગામના ચાર જેટલા ઈસમોએ ગેરકાયદેસર અટકાયતમા રાખવાના ઈરાદાથી અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના નૈનશભા છગનભાઈ તડવી તથા તેની સાથેના બીજા ત્રણ ઈસમોએ લીમખેડા તાલુકાના દાભડા ગામના પ૦ વર્ષીય બાબુભાઈ સરતનભાઈ ભુરીયાની ઉભી મુકેલ ગાડીને ટક્કર મારી નુકશાન પહોંચાડ્યું હતુ જે ગાડીના નિકાલ બાબતે નૈનેશભાઈ તડવી તથા તેના સાગરીતોએ પ૦ વર્ષીય બાબુભાઈ સરતનભાઈ ભુરીયાની ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદાથી અપહરણ કરી લઈ ગયા હતા.

