દે.બારીયા તાલુકાના નાની ઝરી ગામે આવેલ : ફુલદીપ હોટલના માલીક સાથે વડોદરાના ઠગે રૂા.૭,પ૦,૦૦૦ની છેતરપીંડી કરી
દાહોદ, તા.૧૯
દે.બારીયા તાલુકાના નાનીઝરી ગામે આવેલ ફુલદીપ હોટલના માલીક પાસેથી વડોદરાના એક ઠગે મેનેજમેન્ટ કરવા રૂપિયા ૧,૭૦,૦૦૦નું માસીક ભાડુ નક્કી કરી હોટલનો પોતે કબ્જાે લઈ હોટલના માલિકને પાંચ લાખ રૂપિયા તથા હોટલના મજુરોની મજુરીના રૂપિયા અઢી લાખ મળી રૂપિયા સાડા સાત લાખ રૂપિયા નહી આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા તાલુકાના નાની ઝરી ગામે રહેતા હિમ્મતભાઈ મોહનભાઈ ડાયરાની નાનીઝરી ગામમાં આવેલ ફુલદીપ હોટલ પર ગત તા.ર૧.૮.ર૦ના રોજ વડોદરાના અનીલભાઈ કેસરી પાટીલ નામનો ઈસમ આવ્યો હતો. અને મેનેજમેન્ટ કરવા માટે રૂા.૧,૭૦,૦૦૦નું માસીક ભાડુ નક્કી કરી ભાડેથી પોતે ફુલદીપ હોટલનો કબ્જાે લીધો હતો અને હોટલના માલીક હિમ્મતભાઈ ડાયરા તથા હોટલના મજુરોને વિશ્વાસમાં લીધા હતા અને રપ.૮. ર૦ર૧ સુધીમાં વડોદરાના અનીલભા કેસરી પાટીલે હોટલ માલીક હિમ્મતભાઈ ડાયરાને રૂપિયા પ લાખ ભાડુ તથા હોટલના મજુરોની મજુરીના રૂપિયા અઢી લાખ મળી કુલ રૂપિયા સાડા સાત લાખ નહી આપી હોટલ માલિક તથા હોટલના મજુરો સાથે છેતરપીંડી કરી નાસી ગયો હતો.
આ સંબંધે ફુલદીપ હોટલના માલિક હિમ્મતભા મોહનભાઈ ડાયરાએ નોંધાવેલ ફરીયાદને આધારે દે.બારીયા પોલીસે વડોદરાના અનીલભાઈ કેસરી પાટીલ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

