ગરબાડાના જેસાવાડા ગામની પ્રાથમીક શાળામાં તસ્કરોનો હાથફેરો ઃ રૂા.૪ ઉપરાંતની મત્તાની ચોરી

દાહોદ તા.૨૦

ગરબાડા તાલુકાના જેસાવાડા ગામ એક પ્રાથમીક શાળાને તસ્કરોએ નિશાન બનાવી શાળાના રસોડાના રૂમમાંથી રસોડાના વાસણો કુલ કિંમત રૂા.૪,૩૫૦ નો સામાન ચોરી કરી લઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

દાહોદ તાલુકાના વિજાગઢ ગામે ગામતળ ફળિયામાં રહેતા મોહનભાઈ પ્રતાપસિંહ સોલંકીની જેસાવાડા ગામે આવેલ પ્રાથમીક શાળામાં ગત તા.૧૬મી ફેબ્રુઆરીના રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરો ત્રાટક્યાં હતા અને શાળાના કમ્પાઉન્ડમાં આવેલ મધ્યાહન ભોજનના રસોડાના રૂમના દરવાજાનું સેન્ટર લોક તોડી અંદર પ્રવેશ કર્યાે હતો. રસોડામાં મુકી રાખેલ  એલ્યુમીનીયમનું મોટુ ટપેલું નંગ.૧, કુકર મોટુ નંગ.૧, એલ્યુમીનીયમનું ટબ નંગ.૧, લોખંડની કડાઈ નંગ.૧ અને સગડો નંગ.૧ એમ કુલ મળી રૂા.૪,૩૫૦ ની ચોરી કરી લઈ તસ્કરો નાસી જતાં આ સંબંધે મોહનભાઈ પ્રતાપસિંહ સોલંકીએ આ સંબંધે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: