લીમખેડાના પાલ્લી ગામેથી એક સાથે બે ટુ વ્હીલર વાહનો ચોરી થતાં પંથકમાં ચકચાર
દાહોદ તા.૨૦
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે પંચાયત ઓફિસની પાછળના ભાગેથી બે ટુ વ્હીલર વાહનો એકજ રાત્રીમાં ચોરી થઈ જવાની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પાલ્લી ગામે પંચાયત ઓફિસની પાછળ આવેલ ક્વાટર્સમાં રહતા વિકેશકુમાર ભારતસિંહ બારીયા અને પરેશભાઈ અભેસીંગભાઈ આ બંન્ને જણાને એક ટુ વ્હીલર એક્ટવી અને બીજી એક મોટરસાઈકલ એમ બે ટુ વ્હીલર વાહનો ગત તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે વિકેશકુમાર ભારતસિંહ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.