કોરોના ઈફેક્ટ : અમેરિકા, કેનેડા અને મેક્સિકોએ ૨૧ માર્ચ સુધી પ્રતિબંધો લંબાવ્યા
(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૨૦
ફોટો અજેર્ન્ટિનાનો છે. અહીં, આરોગ્ય મંત્રાલયના સચિવ કારેલા વિઝોટ્ટી ઘરે-ઘરે જઈને કોરોનાનાં લક્ષણો વિશે માહિતી મેળવી રહ્યા છે. વેક્સિનેશનની વચ્ચે દુનિયાના અનેક દેશોમાં ફરી એક વખત કોરોનાના દર્દીઓ વધવાની ગતિ ઝડપી થઇ રહી છે. જેને ધ્યાનમાં રાખતા અમેરિકા, કેનેડા અને મેક્સિકોએ દેશમાં ૨૧ માર્ચ સુધી પ્રતિબંધોને લંબાવી દીધા છે. જે અનુસાર, અહીં રહેતા લોકો જરૂરી કામ સિવાય ટ્રાવેલ નહીં કરી શકે. લોકોએ પોતાના પ્રવાસનું કારણ ફરજિયાત જણાવવું પડશે.
અત્યાર સુધી તે પ્રતિબંધો ૨૧ ફેબ્રુઆરી સુધી જ લગાવાયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને જાહેરાત કરી છે કે જુલાઇ સુધી દર અમેરિકને વેક્સિન મૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે સરકાર આ માટે પૂરી રીતે તૈયાર છે. આ બાબતે ફાઇઝરે કહ્યું હતું કે તે દર સપ્તાહે અમેરિકાને એક કરોડ ડોઝ આપવા માટે તૈયાર છે. અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૫.૭૦ કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. બીજા નંબર પર ચીન છે, જ્યાં ૪ કરોડ લોકો સુધી વેક્સિન પહોંચી ચૂકી છે.
યૂરોપિયન યૂનિયનમાં અત્યાર સુધીમાં ૨.૪૫ કરોસ અને ભારતમાં ૧.૦૪ કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં ૧૧ કરોડ ૧૨ લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં ૨૪ લાખ ૬૨ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ૮ કરોડ ૬૧ લાખ લોકો સજા થઈ ચૂક્યા છે. ૨ લાખ ૨૬ હજાર દર્દીઓ હજી સારવાર હેઠળ છે. દુનિયામાં ૧૯ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.