દેવગઢ બારીઆમાંથી એક મહિલા પાસેથી રોકડા રૂા.૨,૪૦,૦૦૦ની ચોરી

દાહોદ તા.૨૧

દેવગઢ બારીઆ નગરમાં એક મહિલા દ્વારા રૂા.૨,૪૦,૦૦૦ની રોકડ રકમ બેન્કમાંથી ઉપાડી બસ સ્ટેશનમાં ગયા બાદ બસમાં બેસતાં તે સમયે કોઈ અજાણ્યો ચોર ઈસમ દ્વારા આ રોકડા રૂપીયા ભરેલ બેગમાંથી આ રોકડા રૂપીયાની ચોરી કરી લઈ નાસી જતાં પંથક સહિત બસ સ્ટેશન વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં બામરોલી રોડ ખાતે દિવ નગર સોસાયટીમાં રહેતા ૩૭ વર્ષીય કૈલાશબેન જેન્તીભાઈ પટેલ ગત તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ દેવગઢ બારીઆ નગરમાં આવેલ એસ.બી.આઈ.બેન્કમાં ગયા હતા. બેન્કમાંથી કૈલાશબેને રૂા.૨,૪૦,૦૦૦નો ઉપાડ કર્યાે હતો અને આ રોકડા રૂપીયા કાળા કલરની બેગમાં ભરી ભરી દેવગઢ બારીઆ બસ સ્ટેશને આવ્યાં હતાં જ્યા બસમાં બેઠા હતા અને કૈલાશબેનની નજર ચુકવી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ આ બેગની ચેઈન ખોલી રોકડા રૂા.૨,૪૦,૦૦૦ ચોરી કરી લઈ નાસી જતાં કૈલાશબેન એકક્ષણે સ્તબ્ધ બની ગયા હતાં અને બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં પરંતુ ચોર ઈસમ નજરે ન પડતાં આખરે કૈલાશબેન નજીકના પોલીસ સ્ટેશને જઈ કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે નજીકના સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણોની મદદથી ચોર ઈસમને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: