દાહોદના રળીયાતી ગામેથી પોલીસે રૂા.૧.૨૯ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
દાહોદ તા.૨૩
દાહોદ તાલુકાના રળીયાતી ગામે એક રહેણાંક મકાનમાંથી પોલીસે પ્રોહી રેડ કરી કુલ રૂા.૧,૨૯,૯૨૦ નો પ્રોહી જથ્થો કબજે કર્યાનું જ્યારે પોલીસને જાેઈ બુટલેગર નાસી ગયાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તા.૨૨મી ફેબ્રુઆરીના રોજ રળીયાતી ગામે સાંગા ફળિયામાં રહેતા રાહુલભાઈ કાળીયાભાઈ સંગાડીયાના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરી હતી. પોલીસને જાેઈ રાહુલભાઈ સંગાડીયા નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧,૧૫૨ જેની કુલ કિંમત રૂા.૧,૨૭,૯૨૦નો પ્રોહી જથ્થો કબજે કરી ફરાર રાહુલભાઈ સંગાડીયા વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.