દાહોદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ભવ્ય બાઈક રેલી યોજાઈ ઃ સભામાં જનમેદની ઉમટી
દાહોદ, તા.રર
દાહોદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે હેલીકોપ્ટર દ્વારા દાહોદ આવ્યા હતા. શહેરના વિવિધ માર્ગો પર બાઈક રેલી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઇન્દોર હાઇવે રોડ ખાતે આવેલ બજાજ શોરૂમ ની સામે સભાનું આયોજન થયું હતું.
દાહોદ જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમા ભાજપમાંથી ટિકીટ ન મળતા પક્ષ સામે જ ઉમેદવવારી કરનાર ર૩ કાર્યકરોને ગઈકાલે બરતરફ કરવામાં આવ્યા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ આજે બપોરે હેલીકોપ્ટર મારફતે દાહોદ આવ્યા હતા અને આઈટીઆઈથી એક વિશાળ બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી ત્યારબાદ સી.આર.પાટીલ સહિતનો કાફલો ઈન્દોર - દાહોદ હાઈવે સ્થિત મહેન્દ્ર શોરૂમથી સામેના મેદાનમાં સભા પહોંચ્યો હતો. જ્યાં સી.આર.પાટીલ દ્વારા જનમેદનીને સંબોધી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલ પ્રથમ વખત દાહોદ આવી રહ્યા છે.








