વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર દાહોદ વર્કશોપની મુલાકાતે પહોંચ્યાં
દાહોદ તા.૨૪
વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર આજરોજ દાહોદની મુલાકાતે આવ્યાં હતાં. જનરલ મેનેજર દ્વારા દાહોદ રેલ્વે વર્કશોપ સહિત વિવિધ વિભાગોમાં પહોંચી નિરીક્ષણ સહિત મીંટીંગ યોજી હતી. બપોરે ૦૧.૩૦ કલાકે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર દાહોદ રેલ્વે સ્ટેશને પહોંચ્યાં હતાં ત્યાર બાદ ૦૧.૪૦ કલાકે દાહોદ વર્કશોપની મુલાકાત લીધી હતી. લંચ બાદ ૦૨.૨૦ કલાકે વર્કશોપ ખાતે હાજર રહી નીરીક્ષણ કર્યું હતું. તે પહેલા વર્કશોપના ગેટ આગળ દાહોદના રેલ્વે અધિકારીઓ તેમજ કર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ૦૪.૫૦ કલાકે સી.ડબલ્યુ. એમ., દાહોદ ખાતે પ્રેઝન્ટેશન આપ્યું હતું. સાંજના ૦૫૨૫ કલાકે જનરલ મેનેજર દ્વારા રેલ્વેના યુનિયન મેમ્બરો સાથે મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં યુનિયનના કર્મચારીઓ પોતાના વિવિધ રજુઆતો જનરલ મેનેજર સમક્ષ રજુ કર્યા હતાં. આ બાદ હેરીટેડ ગેલેરી ખાતે ઈન્સ્પેક્શન માટે પહોંચ્યાં હતાં. સાંજે ૦૭.૩૦ કલાકે રાત્રી ભોજન લઈ રાત્રીના ૧૦.૦૦ કલાકે દાહોદથી રવાના થયાં હતાં.