દાહોદમાં બૂથ કેપચરિંગનો પ્રયાસ તો વિરમગામમાં બે જૂથ વચ્ચે મારામારી : ગુજરાત સ્થાનિક ચૂંટણીઃ જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ ૫૫ ટકાથી વધુ મતદાન : ૩૧ જિલ્લા પંચાયતમાં સરેરાશ ૫૨.૯૬ ટકા, ૨૩૧ તાલુકા પંચાયતમાં સરેરાશ ૫૫.૩૪ ટકા અને ૮૧ નગરપાલિકાઓમાં સરેરાશ ૫૦.૩૪ ટકા ટકા જેટલું મતદાન નોંધાયું છે : બે માર્ચે પરિણામ જાહેર થશેઃ છ મનપામાં ભગવો લહેરાયો છે ત્યારે મંગળવારે સ્પષ્ટ થઇ જશે કે ગ્રામીણ મતદારો કોંગ્રેસ પર ભરોસો રાખે છે કે નહિ

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૮
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે મતદાન યોજાયું હતું. જેમાં વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદાતાઓની લાંબી કતારો જાેવા મળી હતી. મતદાન પ્રક્રિયા સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી. કુલ ૨૨૧૭૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે. આ ચૂંટણીનું પરિણામ બે માર્ચે એટલે કે મંગળવારે જાહેર થશે.
મતદાન પૂર્ણ થવા આવ્યું ત્યાં સુધી ૩૧ જિલ્લા પંચાયતમાં સરેરાશ ૫૨.૯૬ ટકા મતદાન નોંધાયું છે. તો ૨૩૧ તાલુકા પંચાયતમાં કુલ ૫૫.૩૪ ટકા નોંધાયું છે અને ૮૧ નગરપાલિકામાં મતદાનની વાત કરીએ તો કુલ ૫૦.૩૪ ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધારે ડાંગમાં મતદાન નોંધાયું છે.
વાત કરવામાં આવે તો છ મહાનગપાલિકાની ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં ગામડાઓ સવાયા સાબિત થયા હોય તેવું દેખાઇ રહ્યું છે. મોટા ભાગની જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં મતદાન સારું નોંધાયું છે.
વિવિધ જિલ્લા પંચાયતોની કુલ ૨૫ બેઠકો બિનહરીફ, વિવિધ તાલુકા પંચાયતોની ૧૧૭ બેઠકો બિનહરીફ, વિવિધ નગરપાલિકાઓની ૯૫ બેઠકો બિનહરીફ થઇ છે.
વિરમગામ નગરપાલિકા ચૂંટણીના બુથ બહાર મારામારી બે જુથ વચ્ચે પથ્થર મારાની ઘટના બની હતી. વોર્ડ-૮ના એમ.જે.આઈસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
પાલનપુર અને વિરમગામમાં ભાજપ તેમજ અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જાેવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
આજે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત ૨ માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાનને અડધો દિવસ વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.
વલસાડના ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સ્થાનિક લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
રાજ્યમાં બે દિવસ અગાઉ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપને પોતાની શાખ યથાવત રાખવામાં સફળતા મળી છે. જ્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં તો કોંગ્રેસ પોતાનું ખાતું પણ નથી ખોલાવી શકી. આવામાં આપ એક નવા પક્ષ તરીકે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અને પંચાયતની ચૂંટણીમાં શું થાય છે તેના પર સૌની નજર છે.
આ ચૂંટણીઓ રાજ્યના રાજકરણ પર ખૂબ મોટી અસર પાડી શકે છે. જેનાથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા જ જનતાનો મૂડ પરખાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: