ભાજપા અગ્રસેર ઃ કોંગ્રેસના સુપડા સાફ ઃ દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો
વોર્ડ નંબર ૧માંથી માત્ર કોંગ્રેસના ફાળે એક બેઠક ગઈ હતી જેમાં તસ્નીમબેન ખોજેમાભાઈ નલાવાલા ૧૮૯૩ મતથી બેઠક કબજે કરી હતી જ્યારે બાકીના ૩ બેઠકોમાં ભાજપના માસુમા મહમદ ગરબાડાવાલા એ ૧૭૨૩ મત, સુજાનકુમાર હિમ્મતસિંહ કીશોરીએ ૨૧૬૧ મત અને લક્ષ્મણભાઈ લાલાભાઈ રાજગોરને ૩૩૭૧ મત મળ્યા હતાં અને ભાજપની આ વોર્ડમાંથી ૩ બેઠક ભાજપે કબજે કરી હતી.
વોર્ડ નંબર ૦૨માંથી ભાજપે ચારેય બેઠકો પર કબજાે જમાવી ભવ્ય વીજય મેળવ્યો હતો જેમાં ફાતેમા શબ્બીરભાઈ કપુરને ૧૯૨૬ મત મળ્યા હતાં જ્યારે રાજેશભાઈ આશનદાસ સહેતાઈને ૨૮૯૬ મત, રંજનબેન કિશોરકુમાર રાજહંસને ૨૪૮૯ મત મળ્યાં હતા અને હિમાંશું રમેશચંદ્ર બબેરીયાને ૨૪૩૫ મત મળ્યાં હતાં.આમ, વોર્ડ નંબર બેમાં ચારેય બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી.
ત્યારે બીજી તરફ વોર્ડ નંબર ૦૩ ભાજપના સુપડા સાફ થતાં કોંગ્રેસે ચારેય બેઠકો પર ભવ્ય વિજળી મેળવ્યો હતો જેમાં કોંગ્રેસના ઈશ્ત્યાકઅલી શોકતઅલી સૈયદને ૨૦૭૨ મતો મળ્યાં હતાં. કલાબેન મણીલાલ ભાભોરને ૧૭૮૯ મતો મળ્યાં હતાં. કાઈકભાઈ મોઈઝભાઈ ચુનાવાલાને ૨૫૫૦ મતો મળ્યાં હતા અને લક્ષ્મીબેન હિતેશભાઈ ભાંટને ૧૭૬૧ મતો મળતાં આ વોર્ડ નંબર ૩માં કોંગ્રેસે ચારેય બેઠકો પર જીત મેળવી હતી.
વોર્ડ નંબર ૪માં અગાઉ જ ભાજપના રીનાબેન પંચાલ બિન હરીફ ચુંટાઈ આવતાં બાકીની ત્રણ બેઠકોમાં ભાજપના તુલસીદાસ હોતચંદ જેઠવાણીને ૨૭૩૧ મતો મળ્યાં હતાં. ભાવનાબેન મનોજકુમાર વ્યાસને ૨૬૭૩ મતો મળ્યાં હતાં. રાકેશભાઈ વિઠ્ઠલભાઈ નાગોરીને ૨૨૨૨ મતો મળ્યાં હતાં. આમ, આ વોર્ડમાં પણ ભાજપે પોતાની જીત નોંધાવી હતી.
વોર્ડ નંબર ૦૫માં પણ ભાજપે પોતાનો પરચમ દેખાડી ચારેય બેઠકો પર કબજાે મેળવ્યો હતો જેમાં અબીદભાઈ સમુનભાઈ ચલ્લાવાલાને ૨૫૦૪ મતો મળ્યાં હતાં. કિંજલબેન શાલિનકુમાર પરમારને ૨૪૩૮ મતો મળ્યાં હતાં. પ્રેમીલાબેન વિનોદકુમાર ક્ષત્રિયને ૨૦૩૩ મતો અને બિજલભાઈ જાેગાભાઈ ભરવાડને ૨૭૩૫ મત મળતાં બાજપાનો ભવ્ય વિજય થયો હતો.
વોર્ડ નંબર ૦૬માં પણ ભાજપે ચારેય બેઠકો પર કબજાે મેળ્યો હતો જેમાં અશવંતબેન વલીભાઈ દલાલને ૨૯૬૨ મતો મળ્યાં હતાં. જૈનબ સૈફીભાઈ લીમડીવાલાને ૨૮૭૩ મતો, અહેમદભાઈ રસુલભાઈ ચાંદને ૩૧૧૩ મતો મળ્યાં હતાં. નીરજકુમાર નિકુંજકુમાર દેસાઈને ૨૯૧૩ મતો મળતાં આ ચારેયનો ભવ્ય વિજય થયો ગતો.
વોર્ડ નંબર ૦૭માં પણ ભાજપે ચારેય બેઠકો પર કબજાે મેળ્યો હતો જેમાં નુપેન્દ્રભાઈ પ્રવિણકુમાર દોશીને ૨૨૩૨ મતો મળ્યાં હતાં. લલિત રમણભાઈ પ્રજાપતિને ૧૯૫૮ મતો મળ્યાં હતાં. શ્રધ્ધા ચિરાગભાઈ ભડંગને ૨૨૭૩ મતો મળ્યાં હતા અને હંસાબેન ધરમભાઈ મોહનીયાને ૧૮૪૧ મતોથી ચારેયે ભવ્ય વિજય મેળવ્યો હતો.
વોર્ડ નંબર ૦૮માં પણ ભાજપે ચારેય બેઠકો પર જીત મેળવી હતી જેમાં અરવા કુત્બીભાઈ બાગબાનને ૨૫૧૪ મતો મળ્યાં હતાં. નસરીન નિસારભાઈ મનસુરીને ૨૩૩૬ મતો મળ્યાં હતાં. બીલાલભાઈ રફિકભાઈ ભુલાને ૨૨૧૪ મતો મળ્યાં હતાં અને વાસીફખાન યુસુફખાન પઠાણને ૨૩૧૭ મતો મળતાં ભાજપે આ ચારેય બેઠકો પર કબજાે મેળવ્યો હતો.
અને છેલ્લા વોર્ડ નંબર ૦૯માં પણ ભાજપે ચારેય બેઠકો પર કબજાે મેળવી લીધો છે જેમાં ચંદ્રકાન્તાબેન ગોપાલભાઈ ધાનકાને ૧૮૬૮ મતો મળ્યાં હતાં. જાેગેશભાઈ હબસીંગભાઈ સંગાડીયાને ૧૭૩૬ મતો મળ્યાં હતાં. દિપેશકુમાર રમેશચંદ્ર લાલપુરવાલાને ૨૪૯૫ મતો અને સંતોષબેન મુકેશભાઈ ખંડેલવાલને ૧૭૦૦ મતોથી વિજયી થયો હતો.