ચુંટણી બાદ ધમાલ શરૂં : વરમખેડા ગામે વિજેતા ભાજપના ઉમેદવાર સહિત સમર્થકોએ હારી ગયેલ કોંગ્રેસના ઉમેદવાર તેમજ તેના સમર્થકોને માર માર્યાે

દાહોદ તા.૦૩

દાહોદ તાલુકાના વરમખેડા ગામે ગતરોજ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના પરિણામ બાદ રાત્રીના સમયે આ મત વિસ્તારમાં તાલુકા પંચાયતની બેઠક પરથી હારી ગયેલ મહિલા ઉમેદવારના ઘર તરફથી વિજયી થયેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે તથા તેના સમર્થકો દ્વારા  કાઢવામાં આવેલ સરઘસ દરમ્યાન હારેલ કોંગ્રેસના ઉમેદવારના ઘર તરફ ભારે પથ્થર મારો, અનેક વાહનોની તોડફોડ સહિત લાકડીઓ વડે માર મારતાં ઘણા લોકોને ઈજાઓ થવા પામી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો ત્યારે બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને આ સંબંધે નામજાેગ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તમામ તોફાની તત્વોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
મળતી માહિતી પ્રમાણે વરમખેડા ગામે બસ સ્ટેશન ફળિયામાં રહેતા ગલચંદભાઈ હિમલાભાઈ બારીયાની પત્નિએ તાલુકા સભ્ય તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી હતી અને ચુંટણી લડ્યાં હતાં. ગતરોજ આ ચુંટણીનું પરિણામ જાહર થયું હતું અને જેમાં આ ગલચંદભાઈ બારીયાની પત્નિનો પરાજય થયો હતો. આ પરિણામની જાહેરાત થયાં બાદ ગલચંદભાઈ તેમની પત્નિ તેમજ તેમના સમર્થકો ઘરે જવા નીકળ્યાં હતાં અને લગભગ સાંજના ૦૫ વાગ્યાના આસપાસ તેઓ ઘરે પહોંચ્યાં હતા અને તમામ લોકો ગલચંદભાઈના ઘરે બેઠા હતાં અને ચર્ચા વિચારણા કરતાં હતાં. આ સમયે ત્યાંથી આ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય થયેલા ભીમાભાઈ સુકિયાભાઈ પરમારનું સરઘસ નીકળ્યું હતું. આ સરઘસ ગલચંદભાઈ બારીઆના ઘર તરફથી પસાર થતાં ભીમાભાઈ તથા તેમના સમર્થકો ત્યાં ઉભા રહ્યાં હતાં અને ગલચંદભાઈ બારીયા તથા તેમની પત્નિને કહેલા લાગેલ કે, હું ચુંટણીમાં જીતી ગયેલ છુ, તમોએ શું ઉખાડી લીધું અને આખુ ગામ મારી સાથે છે તેમ કહી બેફામ ગાળો તેમજ ચીચીયારીઓ કરતાં હતાં. આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના વિજયી ઉમેદવાર ભીમાભાઈ સુકિયાભાઈ પરમાર તથા તેમની સાથેના મહેશભાઈ ભીમાભાઈ પરમાર, અશોકભાઈ સુકિયાભાઈ પરમા, ગોપીભાઈ મડીયાભાઈ ગણાવા, રાજુભાઈ બચુભાઈ બારીયા, અશ્વિનભાી કનુભાઈ બારીયા, મનુભાઈ બચુભાઈ બારીયા, સમસુભાઈ બચુભાઈ બારીયા, કાન્તીભાઈ ગનીયાભાઈ પરમાર, પારસીંગભાઈ મડીયાભાઈ પરમાર, શૈલેશભાઈ મડીયાભાઈ ગણાવા, મેલાભાઈ મડીયાભાઈ ગણાવા, વિનુભાઈ બચુભાઈ બારીયા, સુરેશભાઈ મનુભાઈ બારીયા, કાન્તીભાઈ લાલજીભાઈ પરમાર તથા બીજા પચાસ જેટલા લોકોએ મારક હથિયારો ધારણ કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ગલચંદભાઈ બારીઆના ઘર તરફ ટોળ ઘસી આવી લાકડીઓ, પથ્થરો વડે પાંચ મોટરસાઈકલ,  બે જી.સી.બી. મશીનો, એક બોલેરો ગાડી, એક આઈસર ટેમ્પો વિગેરે વાહનોની તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું જ્યારે કોંગ્રેસના સમર્થકરોને પણ લાકડી વડે તેમજ પથ્થરો વડે માર મારી ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.
આ સમગ્ર મામલે આ મત વિસ્તારના કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ ગલચંદભાઈ હિમલાભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તમામ તોફાની તત્વોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: