વાહન માલિકોમાં મોટરસાઈકલ ચોરોના આ આતંકને પગલે ફફડાટ સાથે રોષની લાગણી ભભુકી રહી છે : પીપલોદ ગામે ૦૭ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં વાહન માલિકોમાં આક્રોશ
ચારેક દિવસ અગાઉ પીપલોદ ગામમાંથીજ એક સાથે ૪ મોટરસાઈકલ ચોરીની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાર ગતરોજ ફરી એક સાથે ત્રણ મોટરસાઈકલ ચોરોઈ હોવાની ફરિયાદ દેવગઢ બારીઆ પોલીસ મથકે નોંધાતાં જાણે વાહન ચોર ટોળકી પીપલોદ ગામે સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. ગતરોજ પીપલોદ ગામેથી ચોરાયેલ મોટરસાઈકલ પૈકી એક મોટરસાઈકલ પીપલોદ સરકારી હોસ્પિટલની બાજુમાં રહેતા જગદીશભાઈ અરવિંદભાઈ પ્રજાપતિની, બીજી એક પીપલોદ બારીઆ રોડ આંબલી નજીક હાઈવે બ્રિજની પાસે રહેતા ગીરીશકુમાર બાધરભાઈ પટેલ અને ત્રીજી એક મોટરસાઈકલ પીપલોદ ગામેજ રહેતા ઈદરીશભાઈની એમ ત્રણ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં આ વાહન માલિકો સહિત અન્ય વાહન માલિકોમાં મોટરસાઈકલ ચોરોના આ આતંકને પગલે ફફડાટ સાથે રોષની લાગણી ભભુકી રહી છે.
આ સંબંધે જગદીશભાઈ અરવિંદભાઈ પ્રજાપતિએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી મોટરસાઈકલ ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.