ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે ચુંટણી સંબંધી અદાવતે એક મહિલાને માર માર્યાે
દાહોદ તા.૧૦
ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે ચુંટણી સંબંધી અદાવતે ચાર જેટલા ઈસમોએ એક મહિલાઓને માર મારી ખેતરમાં મકાઈની કડપને બાળી દઈ અંદાજે ૪ હજારનું નુકસાન કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
કાળી મહુડી ગામે જગા ફળિયામાં રહેતા મુકેશભાઈ ચીમનભાઈ નીનામા, સંજયભાઈ મુકેશભાઈ નીનામા, કલસીંગભાઈ સીકાભાઈ નીનામા અને વાલસીંગભાઈ ધીરાભાઈ નીનામાએ ચુંટણીની અદાવત રાખી જગા ફળિયામાં રહેતા દુધાભાઈ મેહાભાઈ નિનામાના ઘરે આવી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ બબલીબેનને લાકડી વડે તેમજ છુટ્ટા પથ્થરો વડે માર મારી શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે દુધાભાઈ મેહાભાઈ નિનામાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.