ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે ઈક્કો ફોર વ્હીલર ગાડી ઝાડ સાથે અથડાતા અંદર સવાર એકનું મોત
દાહોદ તા.૧૦
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા ગાડી ઝાડ સાથે અથડાતાં અંદર બેઠેલ એક વ્યક્તિને છાતીના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે રહેતો કૃણાલકુમાર પ્રવિણકુમાર લબાના ગત તા.૦૯મી માર્ચના રોજ પોતાના કબજાની ઈક્કો ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ભોજેલા ગામેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ગાડી પરના સ્ટેરીંગનો કાબુ ગુમાવી બેસતાં ગાડીને નજીકમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાવતાં અંદર બેઠેલ શાંતીલાલભાઈ લીંબાભાઈ લબાનાને છાતીના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ સારવાર દરમ્યાન શાંતીલાલભાઈ લીંબાભાઈ લબાનાનું મોત નીપજતાં આ સંબંધે બલૈયા ગામે લીમડા ફળિયામાં રહેતા કાળુભાઈ લીંબાભાઈ લબાનાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.