દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામેથી પોલીસે રૂા.૨.૨૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

દાહોદ તા.૧૦
દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે એક કોતરની બાજુમાં આવેલ ઝાડી ઝાંખરાની ખુલ્લી જગ્યામાં જંગી માત્રામાં વિદેશી દારૂ કટીંગ કરવાના ઈરાદે સંતાડી રાખેલ હોવાની બાતમી સાગટાળા પોલીસને મળતાં પોલીસે આ સ્થળે ઓચિંતી પ્રોહી રેડ કરતાં એકની અટકાય કરી સ્થળ પર તલાસી લેતાં વિદેશી દારૂ તેમજ બીયરની પેટીઓ મળી કુલ રૂા.૨,૨૪,૪૦૦ નો પ્રોહી જથ્થો પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.
રમણભાઈ ઉર્ફે બનો પોપટભાઈ રાઠવા (રહે.માંડવ, બારીઆ ફળિયું, તા.દેવગઢ બારીઆ) દ્વારા ઈન્દુભાઈ પુનીયાભાઈ તોમર (રહે.કાછલા, તા.કઠીવાડા, જી.અલીરાજપુર, (એમ.પી) પાસેથી વિદેશી દારૂ મંગાવી પોતાના માંડવ ગામે બારીઆ ફળિયાના સ્મશાન વાળા કોતરની બાજુમાં આવેલ ઝાડી ઝાંખરાની ખુલ્લી જગ્યામાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ ઢાલવતો હતો અને આ વિદેશી દારૂ કટીંગ કરતો હોવાની પોલીસને માહિતી મળતાં પોલીસે ગત તા.૦૯મીમાર્ચ ૨૦૨૧ના રોજ ઉપરોક્ત સ્થળે ઓચિંતી પ્રોહી રેડ કરતાં પોલીસે રમણભાઈ ઉર્ફે બનો પોપટભાઈ રાઠવાને ઝડપી પાડ્યો હતો. આ બાદ પોલીસે સ્થળની તપાસ કરતાં સ્થળ પરથી વિદેશી દારૂના ક્વાટરીયાની પેટી નંગ.૧૫ બીયરની પેટીઓ નંગ.૫૦ મળી કુલ રૂા.૨,૨૪,૪૦૦ ના પ્રોહી જથ્થા સાથે રમણભાઈ તથા વિદેશી દારૂ આપનાર ઈન્દુભાઈ વિરૂધ્ધ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: