ડીજીસીએએ હવાઈ મુસાફરીની નવી ગાઇડલાઇન્સ જાહેર કરી : માસ્ક યોગ્ય રીતે નહીં પહેરનાર યાત્રીને પ્લેનમાંથી ઉતારી દેવાશે : કોઇ વ્યક્તિ વારંવાર નિયમોનું પાલન નહિ કરે તો તેને ઉપદ્રવી યાત્રી ગણાશેઃ ડીજીસીએ : મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત, વારંવારની ચેતવણી પછી પણ અમલ નહીં થાય તો મુસાફરને ટેક – ઓફ પહેલાં જ ડિબોર્ડ કરાશે

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૩
કોરોના મહામારી દરમિયાન હવાઇ યાત્રા કરનાર લોકોને સાવધાની રાખવી જ પડશે. આવું ન કરનાર યાત્રી વિરૂદ્ધ ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ કડક પગલા લેવાની ચેતવણી આપી છે. એક સર્કુલરમાં ડીજીસીએએ કહ્યું છે કે, એરપોર્ટમાં દાખલ થવાથી લઇ બહાર નિકળવા સુધી દરેક સમયે માસ્ક પહેરવું પડશે. આ સિવાય હવાઇ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિગના નિયમનું પાલન કરવાનું રહેશે. નહી તો પ્લેનથી ઉતારી દેવામાં આવશે. ડીજીસીએએ કહ્યું કે, કોઇ વ્યક્તિ વારંવાર નિયમોનું પાલન નથી કરતો તો તેને ‘ઉપદ્રવી યાત્રી’ ગણવામાં આવશે.
ડીજીસીએએ સર્કુલરમાં કહ્યું છે કે, હવાઇ યાત્રા કરનાર કેટલાક યાત્રી કોરોના પ્રોટોકોલનું પાલન કરતા નથી. માસ્ક પણ વ્યવસ્થિત પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સ પણ ફોલો નથી કરતા. ડીજીસીએ અનુસાર વારંવાર જાેવામાં આવ્યું છે કે, યાત્રી એરપોર્ટમાં ઘૂસતા સમયે યોગ્ય રીતે માસ્ક પહેરતા નથી અને બહાર નિકળતા સમયે પણ. એરક્રાફ્ટમાં બેસીને પણ કેટલાક યાત્રી કોવિડ નિયમોનું પાલન નથી કરતા.
એર ટ્રાવેલ દરમિયાન દરેક સમયે યાત્રીએ માસ્ક પહેરી રાખવું પડશે તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું પડશે. માસ્ક નાકથી નીચે ન કરવું જ્યાં સુધી અપવાદની સ્થિતિ ન હોય.
એરપોર્ટમાં એન્ટ્રી પોઇન્ટ પર તૈનાત સીઆઇએસએફ અથવા અન્ય પોલીસ કર્મચારી એ સુનિશ્ચિત કરશે કે કોઇ પણ માસ્ક વગર અંદર આવે નહી. સીએએસઓ અને અન્ય સુરવાઇઝિંગ અધિકારી તેને અંગત રીતે નક્કી કરે.
એરપોર્ટ ડાયરેક્ટર/ટર્મિનલ મેનેજર એ જરૂરથી સુનિશ્ચિંત કરે કે યાત્રી એરપોર્ટ પરિસરમાં દરેક સમયે ઠીકથી માસ્ક લગાવે અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરે. જાે કોઇ કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરે તો તેને ચેતવણી આપ્યા બાદ સુરક્ષા એજન્સીઓના હવાલે કરી દેવામાં આવશે. કાયદા અનુસાર એક્શન પણ લેવામાં આવી શકે છે.
ડિપાર્ચર પહેલા પ્લેનમાં બેસેલા યાત્રી જાે ચેતવણી આપ્યા બાદ પણ યોગ્ય રીતે માસ્ક નથી પહેરતા તો તેને ઉતારી દેવો જાેઇએ. ફ્લાઇટ દરમિયાન જાે વારંવાર માસ્ક પહેરવાથી ઇન્કાર કરે છે અને કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરે તો તેને ‘ઉપદ્રવી યાત્રી’ માફક વ્યવહાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: