દાહોદ જિલ્લામાં ૮૨૧૯૬ વૃદ્ધોને કોરોના મહામારી સામે રસીકરણનું કવચ : વિવિધ બિમારી ધરાવતા લોકોને રસીકરણ કરવામાં દાહોદ : જિલ્લો ટકાવારીમાં પ્રથમ, ૧૦૫૫૦ લોકોને રસી મૂકાઇ


દાહોદ જિલ્લામાં રસીકરણનું અભિયાન પૂરજોશમાં, કુલ ૯૨૯૧૩
લોકોનું કોરોનાની રસી મૂકી સુરક્ષિત કરાયા
દાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે રસીનું કવચ પૂરૂ પાડવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા અભિયાન અંતર્ગત ૮૨૧૯૬ વયોવૃદ્ધ નાગરિકોનું અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે માહિતી આપતા જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કોમોરબિડીટી ધરાવતા ૪૫થી ૫૯ વર્ષ વય જૂથના ૧૦૫૫૦ નાગરિકોને કોરોના વેક્સીન મૂકવામાં આવી છે. કોમોરબિડીટીના કિસ્સામાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં રસીકરણ થયું છે. દાહોદમાં ૪૦૮૯ લક્ષ્યાંક સામે ૧૦૫૫૦ લોકોને રસી મૂકવામાં આવી છે. આ કામગીરી ૨૫૮ ટકા જેટલી થવા જાય છે.
૬૦ વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને કરાયેલી રસીકરણની કામગીરી જોઇએ તો ગરબાડા તાલુકામાં ૮૪૧૪, ઝાલોદમાં ૧૧૬૮૨, દાહોદ તાલુકામાં ૧૬૭૨૮, દેવગઢ બારિયા તાલુકામાં ૧૦૪૨૭, ધાનપુર તાલુકામાં ૬૯૦૫, ફતેપુરા તાલુકામાં ૯૫૮૩, લીમખેડામાં ૭૪૦૬, સિંગવડ તાલુકામાં ૬૭૨૭ અને સંજેલી તાલુકામાં ૪૩૨૪ વૃદ્ધોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવામાં આવી છે.
વિશેષ વાત તો એ છે કે, રસીકરણની કામગીરી કોઇ વિધ્ન વિના થઇ રહી છે. એટલે કે, અત્યાર સુધીમાં રસી મૂકાવ્યા બાદ કોઇ વ્યક્તિને આડ અસર થઇ નથી. એટલે, એવું ચોક્કસ કહી શકાય કે ભારતીય બનાવટની રસી સંપૂર્ણ સુરક્ષિત છે. નાગરિકો કોઇ પણ ડર રાખ્યા વિના રસી મૂકાવે એ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: