કોરોનાથી બચવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કલેક્ટરશ્રી વિજય ખરાડીની અપીલ

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના વધતા જતાં કેસોને પગલે કલેક્ટરશ્રી વિજય ખરાડીએ એક જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે, કોરોના વાયરસથી બચવા માટે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
તેમણે જણાવ્યું કે, સામાજિક મેળવડા કે અન્ય કોઇ પ્રસંગો કે જ્યાં ભીડ એકઠી થતી હોય તેવા સ્થળોએ જવાનું ટાળવું જોઇએ. આ ઉપરાંત, ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક, સામાજિક અંતરનું પાલન અને સેનિટાઇઝેશન કોરોના વાયસરથી બચવા માટે ઉત્તમ શસ્ત્ર છે.
દાહોદમાં છેલ્લા એક અઠવાડિયાથી કેસોનું પ્રમાણ વધી રહ્યું છે, એમ કહેતા શ્રી ખરાડીએ ઉમેર્યું કે, હાટ બજાર કે લગ્નો કે અન્ય સંભારભોમાં જવાનું ટાળવું પડશે. કોરોના સામે વેક્સીનેશનની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલું છે, ૬૦ વર્ષથી ઉપરના વૃદ્ધો અને કોમોરબિડી ધરાવતા ૪૫ વર્ષથી ઉપરના ઉંમરના લોકોએ કોઇ પણ ડર વિના તત્કાલ રસી મૂકાવી લે તે હિતાવહ છે. શાળા અને કોલેજોમાં પણ નિયત માર્ગદર્શિકાનું પાલન થાય એ આવશ્યક છે, તેમ તેમણે અંતે ઉમેર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!