દાહોદ શહેરમાંથી ધોળે દિવસે મોટરસાઈકલની ઉઠાંતરી

દાહોદ તા.૧૫
દાહોદ શહેરના ભગીની સમાજની સામેથી ધોળે દિવસે એક લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલની ઉઠાંતરી થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના પીપલોદ, ઝાલોદ તાલુકામાં અને ત્યાર બાદ હવે દાહોદ શહેરમાં જાણે મોટરસાઈકલ ચોર ટોળકી સક્રિય થઈ રહી છે તેમ લાગી રહ્યું છે. દાહોદ શહેરના અંબીકા નગર, મોચી ચાલમાં રહેતા ઈશ્વરભાઈ બચુભાઈ પરમાર ગત તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ શહેરના ભગીની સમાજની સામે પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ બાદ ઈશ્વરભાઈ ચુંટણીલક્ષી ફરજમાં તથા સરકારી કામકાજમાં રોકાયેલા હોયના કારણે આ મામલે ફરિયાદ નોંધાઈ શક્યા ન હતાં પરંતુ તે સમયગાળા દરમ્યાન પણ મોટરસાઈકલની શોધખોળમાં આદરી હતી પરંતુ આખરે મોટરસાઈકલ ન મળતાં ગતરોજ ૧૪મી માર્ચના રોજ આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: