દાહોદ મુવાલીયા અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું કમકમાટી ભર્યું મોત
દાહોદ તા.૧૮
દાહોદ તાલુકાના મુવાલીયા ગામે હાઈવે રોડ પર એક અજાણ્યા વાહનના ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતા ગંભીર ઈજા ગ્રસ્ત રાહદારીનું ઘટનાસ્થળ પર જ કમાટી ભર્યું મોત નીપજયું હતું.
દાહોદ શહેરમાં પરેલ વિસ્તારમાં ખંડા કોલોની વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય વિકાભાઈ મેળા આજરોજ દાહોદ તાલુકાના મોવિયા ગામે થી અમદાવાદ ઈન્દોર નેશનલ પર થી ચાલતા પસાર થઈ રહ્યા હતા આ સમય દરમિયાન એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાની વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આ વિકાભાઈ મેળા ને અડફેટમાં લેતા વિકાભાઈ મેડા ફંગોળાયા હતા અને જેને પગલે તેઓને શરીરે તેમ જ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા લોહીથી લથબથ હાલતમાં ઘટના સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજાવી ચાલક નાસી ગયો હતો ઘટનાની જાણ થતા પોલીસ સહિત ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતકનો મૃતદેહ નો કબજાે લઇ નજીકના દવાખાને પીએમ અર્થે ખસેડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.