આશપુરા ગામે સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં હાજી જતાં એકે અદાવત રાખે બંદુકમાંથી ફાયરીંગ કરતાં ચકચાર
દાહોદ તા.૧૮
ફતેપુરા તાલુકાના આસપુરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારી જતા ચાર જેટલા વ્યક્તિઓ એકના ઘરે ધસી આવી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાની સાથે લાવેલ બંદૂકમાંથી ફાયરિંગ કરતા આ વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.
આસપુર ગામે રહેતા લાલસીંગ ભાઈ દેવાભાઈ, રવજીભાઈ વેલજીભાઈ, મનોજભાઈ રવજીભાઈ અને પ્રકાશ ભાઈ લાલસીંગભાઈ ચારે જાતે ચંદાણા ગત તારીખ ૧૫ મી માર્ચના રોજ પોતાના જ ગામમાં રહેતા વિરસીંગભાઈ દેવાભાઈ ચંદાણાના ઘરે હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને વિરજીભાઇ તથા તેમના પરિવારજનોને બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, તું ભાજપનો એજન્ટ રહેલ તારા કારણે અમો હારી ગયેલ છે તું કેવો ગામમાં ફરે છે અમો તને જાેઈ લઈશું તેમ કહી મનોજભાઈએ પોતાની સાથે લાવેલ બંદૂકમાંથી ફાયરિંગ કરતા એક ક્ષણે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ સંબંધને વિરસીંગભાઈ દેવાભાઈ ચંદાણાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

