દેવગઢ બારીઆના ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળી : જંગલ ખાતાના અધિકારીઓ દોડી ગયાં

દાહોદ તા.૧૮
દેવગઢ બારીઆના જંગલ વિસ્તાર એવા ઘાટી ફળિયાના ડુંગરાળ વિસ્તારમાં અગમ્યો કારણોસર આગ લાગતાં આગનો પ્રવાહ જંગલ વિસ્તાર તરફ આગળ વધી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે જંગલ ખાતાના કર્મચારીઓ અને ફાયર ફાઈટરના લાશ્કરો હાલ ઘટના સ્થળે દોડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ ઘાટી ફળિયા પાસે ડુંગરાળ જંગલ વિસ્તારમાં આજરોજ આકસ્મિક આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ આસપાસમાં થતાં ચકચાર મચી જવા પામ્યો હતો તો બીજી તરફ આ આગને પગલે જંગલ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા વળતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો ત્યારે બીજી તરફ આગને હોલવવા પ્રાથમીક તો આસપાસના લોકો દોડી જઈ હાથમાં જે કંઈ આવ્યું તેમા પાણી ભરી આગ હોલવવાના પ્રયાસો કર્યાં હતાં પરંતુ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અને આગે પોતાનો પ્રવાહ પવનની સાથે આગળ વધારતાં આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો અને નજીકના જંગલ ખાતાના સત્તાધિશોને આ અંગેની જાણ કરાતાં જંગલ ખાતાના સત્તાધિશો સાથે ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે આ ડુંગરાળ જંગલ વિસ્તાર ખાતે હાલ પહોંચ્યાનું જાણવા મળી રહ્યું છે. આગ ક્યાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી પરંતુ જાણવા મળ્યા અનુસાર, ફાઈયર ફાયટરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: