રાષ્ટ્રીય અંધજન મંડળ દાહોદ સંચાલિત શ્રીમતી એમ. બી. જૈન અંધજન વિદ્યાલય, છાપરી, દાહોદ. ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સારી રીતે થઈ શકે તે માટે દાતા શ્રી દવારા સ્ટેજ નુ ખાતમુહૂર્ત કરવા મા આવ્યુ
*પ્રેસ નોટ*
રાષ્ટ્રીય અંધજન મંડળ દાહોદ સંચાલિત
શ્રીમતી એમ. બી. જૈન અંધજન વિદ્યાલય, છાપરી, દાહોદ. ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સારી રીતે થઈ શકે તે માટે 30 ફૂટ લંબાઈ અને ૨૫ ફૂટ પહોળાઈ ધરાવતો સ્ટેજ દાતા શ્રી મયુરભાઈ બી. રહેવાસી અભલોડ તેમજ તેમના અન્ય સાથી મિત્રો ભાભોર શૈલેષભાઈ કે, પલાસ અનિલભાઈ એ., ભાભોર રાજેશભાઈ એલ, ભાભોર સુખરામભાઈ જી આ તમામ મિત્રોના સહયોગથી આ સંસ્થાને સુવિધા પૂરી પાડવામાં આવનાર છે જેનું ખાતમુરત આજરોજ તારીખ:
૦૬/૧૨/૨૦૧૮ ના રોજ સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ સુવિધાથી સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં રહેલા કલા, સંગીત અને સાહિત્ય કૌશલ્યને વિકસાવવામાં ખુબજ મહત્વપૂર્ણ પુરવાર થશે. ભવિષ્યમાં સંસ્થાના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે. આ સ્ટેજનો સુવ્યવસ્થિત ઉપયોગ થઈ શકશે આ પ્રસંગે આ દાતાઓ દ્વારા શાળાના તમામ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પ્રીતિ ભોજન પણ આપ્યું જેથી આ દાતાઓની કામગીરી સંસ્થાનાં પ્રમુખ શ્રી ડો. નગેન્દ્રનાથ નાગર સાહેબ, મંત્રીશ્રી યુસૂફી કાપડીયા સાહેબ, ટ્રસ્ટી શ્રી વી. એમ. પરમાર સાહેબ તેમજ સંસ્થા પરિવાર મંડળ દ્રારા આ ઉમદા કામગીરીને બિરદાવવામાં આવે છે અને ભવિષ્યમાં પણ દાહોદની સાહિત્ય પ્રેમી જનતાનો આવોજ સુંદર સાથ અને સહકાર મળતો રહેશે તેવી અભિલાશા રાખીએ છીએ