દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર ધર્મસભાની તૈયારીના ભાગરૂપે આજરોજ તા.૬ ડિસેમ્બરના રોજ દાહોદ ખાતે એક મોટરસાઈખલ રેલીનું આયોજન કરવા મા આવ્યું
દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર ધર્મસભાની તૈયારીના ભાગરૂપે આજરોજ તા.૬ ડિસેમ્બરના રોજ દાહોદ ખાતે એક મોટરસાઈખલ રેલીનું આયોજન કર્યુ હતુ.
આગામી તારીખ ૧૬ ડિસેમ્બરના રોજ નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨.૩૦ કલાકે જિલ્લાનું વિરાટ ધર્મસભાના સફળ આયોજન માટે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષા દળ અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો,કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શહેરમાં દરેક વિસ્તારના ગણેશ મંડળ, ધાર્મિક સંસ્થાઓ મુજબ મીટીંગો યોજવામાં આવી રહી છેય આ અંતર્ગત યોજાનાર ધર્મસભાના આયોજનના ભાગ સ્વરૂપે સમસ્ત હિન્દુ ધાર્મિક અને સાંસ્કૃતિક સંગઠનો દ્વારા શહેર ના ગોધરા રોડ નાકાથી આજે સાંજે ૪ કલાકે મોટરસાઈકલ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલી શહેર ના મુખ્ય માર્ગો ઉપર થઈ હનુમાન બજાર મંદિરે મહાઆરતી કરી રેલી ની પુર્ણાહુતિ કરવામાં આવી હતી

